________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
મતની અને મિથ્યામતિઓની કૂટ માન્યતાઓની માન્યતા વધી જાય એમ કરવું એ બુદ્ધિમત્તા નથી. પણ બુદ્ધિમત્તાનું કારમું દેવાળું છે. ઘર વેચીને વરો કરવા જેવો એ ધંધો છે. ‘ગુણની પ્રશંસા’ એ, સદ્ગુણ પામવા અને પ્રચારવા માટે જ ઉપકારીઓએ વિહિત કરી છે. એનો ઉપયોગ સદ્ગુણોના નાશ માટે અગર તો સદ્ગુણોને ઢાંકી દેવા માટે કરવો એ ખરે જ કારમી અજ્ઞાનતા છે. એવા અજ્ઞાનનો સમ્યક્ત્વના અર્થીઓએ નાશ જ કરવો જોઈએ. એવી ઊંધી પ્રવૃત્તિ સમ્યગ્દર્શનના પૂજારીઓ કરી શકે જ નહિ. જેઓ, એવી ઊંધી ઊંધી પ્રવૃત્તિ કરે છે, તેઓ સમ્યગ્દર્શનીના સ્વાંગમાં રહેવા છતાં પણ હૃદયથી મિથ્યાદર્શનના જ પૂજારીઓ છે એ નિઃસંશય વાત છે. એવા આત્માઓ, પોતાનું અહિત કરવા સાથે અનેક ભદ્રિક આત્માઓના હિતનો સંહાર કરનારી કારમી પ્રવૃત્તિ કરે છે. એવી કારમી પ્રવૃત્તિ કરનારાઓ, તેમ કરતાં અટકે એવી વ્યવસ્થા દરેકેદરેક શ્રીસંઘે કરવી જોઈએ. પણ આજના કૃત્રિમ સમાનવાદના પ્રચારે આ આવશ્યક ભાવનાનો જ સંહાર કર્યો છે. મર્યાદામાત્રનો ઇરાદપૂર્વક નાશ કરવા માટે જ આજની સુધારક હિલચાલ છે. આવી હિલચાલના યોગે જ આજે આ ભયંકર દોષ મરકીની માફક પ્રસરી રહ્યો છે. આ દોષના નાશ માટે હમણાં નહિ તો અવસરે પણ સમજદારોને ભગીરથ પ્રયત્નો કરવા જ પડશે. જે પ્રયત્નો કરવા જ પડવાના છે તે આજથી નથી થતા એ એક કમનસીબી છે પણ સમજુ ગણાતાઓનીય આંખો ન ઊઘડે ત્યાં ઉપાય શું ?
શ્રી જૈનશાસન જ સૌથી શ્રેષ્ઠ :
આજે ઢોંગ, દંભ, પ્રપંચ એટલો વધ્યો છે કે જેની સીમા જ નથી. ‘અહીં કંઈ અને ત્યાં કંઈ ! વાણી, વચન અને વર્તાવમાં મેળ જ નહિ !!!' એ આજની દશા છે !!!! આથી જ હું કહું છું કે, ‘આપણે ગુણના રાગી જરૂર છીએ. પણ ગુણાભાસના તો કટ્ટર વિરોધી જ છીએ.' આપણે ત્યાગ જોઈએ ત્યાં આપણને આનંદ જરૂ૨ થાય, પણ એ ત્યાગ જો સન્માર્ગે હોય તો જ એ ત્યાગના ઉપાસકની પ્રશંસા કરીએ નહિ તો સત્યને સત્ય તરીકે જાહેર કરીએ અને એ માટે સમય અનુકૂળ ન હોય તો મૌન પણ રહીએ. ‘કયો ત્યાગી પ્રશંસાપાત્ર ?’ એ વાત ગુણાનુરાગીએ અવશ્ય વિચારવી જોઈએ. આજે આ વસ્તુને નહિ વિચારનારો સહેલાઈથી ગુણાભાસનો પ્રશંસક બની જાય તેમ છે.
૯૮
668
સમ્યગ્દષ્ટિની એક નવકારશીને મિથ્યામતિઓનું હજારો વર્ષનું તપ પણ નથી પહોંચી શકતું એ એક નિર્વિવાદ વાત છે. આથી હું ભલામણ કરું છું કે ગમે તે સ્થિતિમાં પણ પ્રભુમાર્ગથી ખસી ન જવાય તેની કાળજી રાખતાં શીખો !