________________
669 - ૭:ચોથો દોષ એટલે સમજ્યનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૯૯
દેવતત્ત્વના વિષયમાં જુઓ તો આ શ્રી અરિહંતદેવ જેવા દુનિયામાં કોઈ દેવ નથી. ગુરુતત્ત્વના વિષયમાં વિચારો તો શ્રી જૈનશાસનમાં જે સુસાધુ છે તે દુનિયાના કોઈ પડમાંયે નથી અને ધર્મતત્ત્વના વિષયમાં કોઈ પણ દર્શન, શ્રી જૈનદર્શને પ્રરૂપેલ ધર્મતત્ત્વની સાથે સરસાઈ કરી શકે તેમ નથી. વિશ્વમાં એક શ્રી જૈનદર્શન જ સર્વશ્રેષ્ઠ છે,” આ સત્ય ગમે ત્યાં અને ગમે ત્યારે પુરવાર થઈ શકે તેમ છે. માટે ગુણાનુરાગના નામે પરમપુણ્યોદયે મળેલું શ્રી જૈનશાસન ન હારી જવાય એની પૂરતી કાળજી રાખવી જોઈએ. એની જેટલી ઉપેક્ષા તેટલો આત્મહિતનો કારમો નાશ છે એ કદી જ ન ભૂલતા. પ્રમોદ અને અનુમોદનામાં ભેદઃ
જે ગુણો, યોગ્ય સ્થાનમાં હોય તેની પ્રશંસા વાજબી છે. પણ જે ગુણો પણ અયોગ્ય સ્થાનમાં હોય તે ગુણ ગુણાભાસ છે. એ કારણે એની પ્રશંસા, એ સમ્યકત્વમાં દૂષણ છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, મિથ્યામતિના ગુણની પ્રશંસાથી ઉન્માર્ગની પુષ્ટિ થાય છે. ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા પણ કહે છે કે, શ્રી જિનાગમથી વિપરીત દૃષ્ટિ જેમની છે, તે બધા મિથ્યાદષ્ટિ આત્માઓ છે અને એમની પ્રશંસા એ સમ્યકત્વમાં દૂષણરૂપ છે.
જેઓની શ્રી જિનેશ્વરદેવના આગમને અનુસરતી દૃષ્ટિ નથી તેમનામાં કોઈ ગુણ હોતો નથી એમ નહિ, ત્યાં સારી વસ્તુ નથી હોતી એમ નહિ, એની સારી કરણીની અનુમોદના ન થાય એમ નહિ. પણ એ ગુણ, સારી વસ્તુ કે - સારી કરણીને લઈ મિથ્યામતિની પ્રશંસા ન થાય.
* ચાર ભાવનામાં બીજી ભાવના પ્રમોદ ભાવના છે. પહેલી મૈત્રી, બીજી પ્રમોદ, ત્રીજી કારુણ્ય અને ચોથી માધ્યશ્મભાવના. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં તે જોઈને આનંદ થાય એ પ્રમોદભાવના છે. પણ એ ગુણ તરીકે બહાર ક્યારે મુકાય ? જેનામાં ગુણ દેખાયો તેની દૃષ્ટિ સમ્યગુ થયા પછી જ. ગુણ જોઈ આનંદ થાય એ પ્રમોદ ભાવના છે. પણ અયોગ્ય સ્થળે રહેલા ગુણની પ્રશંસા એ સમ્યકત્વને દૂષિત કરનાર છે. ગુણ જોઈને આનંદ થવો એ તો સમ્યત્વને પોષનાર છે. પણ અયોગ્ય સ્થળના ગુણની પ્રશંસા સમ્યકત્વને દૂષિત કરે છે. પ્રમોદ ભાવના અને સમ્યકત્વનો ચોથો દોષ એ બેનો ભેદ બહુ વિચારવા યોગ્ય છે. સમ્યગુદૃષ્ટિ આત્માને જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં આનંદ થાય જ, ગુણ જોઈને તો એનો આત્મા ઉલ્લાસ પામે, આનંદનો અતિરેક પણ થાય, રોમરાજી વિકસ્વર પણ થાય, એની પ્રસન્નતાનો પાર પણ ન રહે પણ એ ગંભીર એટલો