________________
૧૦૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
670
બધો હોય કે મુખથી બોલતાં પહેલાં સો વખત વિચાર કરે. બધાના ગુણ હૈયામાં રાખે, ગુણ જોઈને નિરવધિ આનંદ થાય પણ પ્રશંસા તો યોગ્ય ગુણવાનની જ કરે. જેમ તેમ અને જેના તેના ગુણનાં વખાણ કરનાર તો પરિણામે ગુણનો ઘાતક બને છે.
ખરાબના પણ ગુણની પ્રશંસામાં વાંધો શો ?” એમ કહેનારને શાસ્ત્ર કહે છે કે એ રીતે બોલનાર ગુણનો રક્ષક, પૂજક કે પ્રેમી નથી પણ ગુણનો ઘાતક અને ખૂની છે; એને ગુણની કિંમત જ નથી. એ પોતે પણ અવળે માર્ગે જાય છે, બીજાને પણ અવળે માર્ગે લઈ જાય છે અને થોડું ઘણું પામ્યો હોય એ પણ હારી જાય છે; એ રીતે એમાં અનેક હાનિ રહેલી છે. પ્રમોદભાવના :
અયોગ્ય વ્યક્તિમાં રહેલા ગુણને વજન આપવાના અને પ્રકાશિત કરવાના પરિણામે આજે સન્માર્ગનો સંહાર થઈ રહ્યો છે. જ્યાં હીરા જડેલા હોય તે બધી " જ વસ્તુઓ માથે ન મુકાય. મોજડીમાં હીરા જડેલા હોય તો પણ એ પગે જ પહેરાય, માથે ન મુકાય. છતાં ગુણાનુરાગના નામે અજ્ઞાનીઓની આજે એવી જ દશા છે. ગુણાનુરાગની વાતો કરનારા એવાઓ, પ્રમોદભાવનાના મર્મને સમજી શક્યા નથી.
પ્રમોદભાવનાનો હેતુ ગુણપ્રાપ્તિનો છે. ગુણ, દેખીને આનંદ થવો, ગુણવાનના ગુણ ગ્રહણ કરવાની ઇચ્છા થવી, અન્યમાં રહેલા ગુણો ક્યારે મળે એ જ ભાવના રહેવી એ પ્રમોદભાવનાનું કાર્ય છે. પરંતુ એ ગુણવાન વ્યક્તિની પ્રશંસા તો, ત્યારે જ થાય કે જો એ વ્યક્તિ શુદ્ધ હોય કે શુદ્ધની જે પક્ષપાતી હોય, એટલે કે મિથ્યાત્વથી દૂષિત ન હોય. આજે ગુણના નામે અયોગ્ય વ્યક્તિની પ્રશંસાના પરિણામે સજ્જનોને હાનિ થઈ રહી છે, એટલું જ નહિ પણ ગુણનો જ નાશ થઈ રહ્યો છે; આ ચોથા ભયંકર દૂષણના પ્રતપે આજે શાસન ઘણી રીતે છિન્નભિન્ન થઈ રહ્યું છે.
ગુણનો રાગ કેળવતાં પહેલાં ગુણ, ગુણાભાસ અને અવગુણને ઓળખવા જોઈએ. કેટલાય ગુણો એવા હોય છે, કે તે ગુણરૂપે દેખાતા હોવા છતાં પરિણામે નાશક હોય છે. સમ્યગુદૃષ્ટિએ એટલા વિવેકી બનવાની જરૂર છે કે, સારી કરણી દ્વારા પણ અયોગ્ય વ્યક્તિ કદી પૂજાઈ ન જાય; અયોગ્ય વ્યક્તિ સારા દેખાવથી પણ કદી સમ્યગુદૃષ્ટિને ઠગી ન જાય. ડાહ્યા અને ચાલાક તથા કુશળ વહેપારીને ઉઠાઉગીર વહેપારી કે ગ્રાહક ગમે તેવા આડંબરથી પણ છેતરી