________________
887 – ૭ ચોથો દોષ એટલે સમત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૭ અવગુણની પરીક્ષા કરતાં આવડે. આથી જ કહેવું પડે છે કે, દોષ અને દોષાભાસને તથા ગુણ અને ગુણાભાસને પણ સમજતાં શીખો. ગુણાનુસારના નામે કરાતી મિથ્યામતિની પ્રશંસા:
ગુણ એ પ્રશંસાપાત્ર છે એ વાત તદ્દન સાચી છે. પણ એમાંય વિવેકની ઘણી જ આવશ્યકતા છે. મિથ્યાષ્ટિમાં પણ રહેલા પ્રભુમાર્ગાનુસારી ગુણો જરૂર પ્રશંસાપાત્ર છે, પણ મિથ્યાદૃષ્ટિ કોઈ પણ રીતે પ્રશંસાપાત્ર નથી, એ વાત સમ્યકત્વની શુદ્ધિના અર્થીએ કદી પણ વિસરવી જોઈએ નહિ. મિથ્યામતિના ગુણની પ્રશંસાથી ઉન્માર્ગની પુષ્ટિ થાય છે એ વાત તો આપણે શ્રી ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જોઈ આવ્યા. હવે આપણે જોઈએ કે, સમ્યકત્વના ચોથા દોષનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શું ફરમાવે છે. સમ્યત્વના ચોથા દોષનું વર્ણન કરતાં શ્રી યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
જે આત્માઓની દષ્ટિ, મિથ્યા એટલે શ્રી જિનેશ્વરદેવના આગમથી વિપરીત હોય છે; તે આત્માઓ, મિથ્યાદર્શનવાળા હોઈ મિથ્યાદૃષ્ટિ કહેવાય છે; તેઓની પ્રશંસ કરવી એ સમ્યકત્વનું દૂષણ છે : એ પ્રશંસા બે પ્રકારની છે : એક સર્વવિષયક અને બીજી દેશવિષયક. “સઘળાંય “કપિલ' આદિનાં દર્શનો યુક્તિથી યુક્ત છે.” આ પ્રમાણેની મધ્યસ્થપણાના સારવાળી સ્તુતિ કરવી એ સર્વવિષયક પ્રશંસા કહેવાય છે અને એ સમ્યકત્વનું દૂષણ છે : “આ “બુદ્ધનું વચન જ તત્ત્વ છે અથવા તો આ સાંખ્ય” અને “કણાદ' આદિનું વચન જ તત્ત્વ છે.” આ પ્રમાણેની પ્રશંસા કરવી એ દેશવિષયક પ્રશંસા કહેવાય છે અને આ તો પ્રગટપણે જ સમ્યકત્વનું દૂષણ છે.” - આ વર્ણનથી સ્પષ્ટ થશે કે મિથ્થામતિની પ્રશંસા એ સમ્યકત્વને દૂષણ લગાડનારી વસ્તુ છે. આ દૂષણને જો ગુણ જ માની લેવામાં આવે તો પછી સમ્યકત્વ ટકી શકતું જ નથી. આ દૂષણના પરિણામે સમ્યકત્વનો સંહાર અને મિથ્યાત્વની પ્રાપ્તિ સહજ છે. “ગુણની પ્રશંસા કરવામાં શું વાંધો છે ” આમ બોલનારાઓએ આ વસ્તુ ખૂબ જ વિચારણીય છે. ગુણાનુરાગના નામે મિથ્યા
• १. मिथ्या जिनागमविपरीता दृष्टिदर्शनं येषां ते मिथ्यादृष्टयस्तेषां प्रशंसनं प्रशंसा तच सर्वविषयं देशविषयं ___ च । सर्वविषयं 'सर्वाण्यपि कपिलादिदर्शनानि युक्तियुक्तानी ति माध्यस्थ्यसारा स्तुतिः सम्यक्त्वस्य
दूषणम् ।। +++ देशविषयं तु इदमेव बुद्धवचनं साङ्खयकणादादिवचनं वा तत्त्वमिति इदं तु व्यक्तमेव सम्यक्त्वदूषणम् ।।