________________
૯૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 666 રાજમાર્ગ છે ત્યારે ગૃહસ્થપણું એ આત્માની સ્વતંત્રતાને પીસી નાખનારું ભયંકર યંત્ર છે. આ છતાં પણ અજ્ઞાનીઓ, મુનિપણાને હલકું પાડી ગૃહસ્થપણાને પુષ્ટ કરવાની જ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વિચારવામાં આવે તો દુનિયામાં પડેલાની સ્વતંત્રતા તો પિસાઈ જ રહી છે.” આ વસ્તુ બરાબર સમજાય તો “મુનિપણું એ એક સ્વતંત્રતાનો રાજમાર્ગ છે.” એ તરત જ નિશ્ચિત થાય. રાજમાર્ગમાં ચાલનારને એવી સ્વતંત્રતા પેદા થાય છે કે,. દુનિયાની કોઈ પણ વસ્તુ એને અસર કરતી નથી. જગતનો એક પણ પદાર્થ એને આકર્ષી શકતો નથી; પણ શરત એટલી કે, “એ રાજમાર્ગે બરાબર ચાલવું જોઈએ.” બાકી બંગલા, બગીચા અને મોટર ગાડી વગેરેમાં સ્વતંત્રતા, એ તો બન્યું પણ નથી અને બનશે નહિ. પગે ચાલનારો મોડો પહોંચે. પણ ઇચ્છા મુજબ. ત્યારે “મોટરમાં ચાલનારની કઈ દશા ?' - એ વિચારો. જો મોટર અટકી તો એ બિચારો ત્યાં જ રહે. એ મોટરને ખેંચવા માટે બીજું સાધન જોઈએ. ચાલવાની ટેવ તો ભૂલી ગયા. એટલે જ્યારે બીજું સાધન મળે અને એમાં જગ્યા હોય તો બેસાય ત્યારે ઘર ભેગા થવાય. પગે ચાલનાર સ્વતંત્ર કે રેલમાં જનાર ? રેલ ગામેગામ ન ઊભી રહે, સ્ટેશને જ ઊભી રહે. તેમાંય મેલ તો અમુક જગ્યાએ જ ઊભો રહે. પગે ચાલનારો તો પાંચ ઘરના ગામડે પણ બેસે, એક માઈલે, પાંચ માઈલે, પચીસ માઈલે, અરે ! પોતાને ફાવે ત્યારે બેસે. હવે કહો કે, “સ્વતંત્ર કોણ ?”
સ્વતંત્રતાની વાત કરવાની ભાવનાવાળાએ સૌથી પહેલાં દુનિયાની ગુલામી છોડવી પડશે. “આ જોઈએ ને તે જોઈએ.” એ ભાવનાને દૂર કરવી પડશે. “મળે તો ભલે અને ન મળે તો ઠીક એ ભાવના કેળવવી પડશે. ‘અમુક જોઈએ' એ કાઢી નાંખવું પડશે. પોતાના સ્વરૂપને પેદા કરવું તે પરતંત્રના નથી. દુઃખને દૂર કરનારાં સાધન મેળવવામાં પડતી મહેનત એ મહેનત નથી. ઉનાળામાં રસોડાની અંદર ગરમી ઘણી લાગે છે તે સહન થાય છે કેમ કે, અગિયાર વાગે ગરમા ગરમ રસોઈની લાલસા છે. માટે એ તકલીફ તકલીફરૂપે મનાતી નથી. એ વખતે અમુક સાધન ન હોય અને ચીજ કર્યા વિના રહી જવાય એ દુઃખ ગણાય છે. પણ રસોડાની ગરમી, દુ:ખરૂપ ગણાતી નથી. સાધન હોય તો એ ગરમીમાં બીજી પણ ચીજો બનાવે. ખાવાની લાલસાને લઈને એ ગરમી ગરમી ગણાતી નથી, મહેનત ગણાતી નથી, એ રીતે આત્મગુણને ખીલવવાની મહેનત તે મહેનત જ નથી અને સાચી સ્વતંત્રતા મેળવંવાનો રસ્તો પણ એ જ છે. પણ એ બધું ત્યારે જ સમજાય કે, જ્યારે ગુણ, ગુણાભાસ અને