________________
૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51
૧૪૫
ક૨ના૨ા છો. બેયમાં એ નવા-જૂની કર્યા વિના ન રહે. મૂર્ખા સુરેન્દ્રભવનને પણ નર્કાગાર બનાવે. એનામાં એટલી આવડત હોય છે. મહામુશીબતે, મહાપુણ્યે, અનાદિકાળે, અતિ દુર્લભ એવા સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ જેને થાય એ મિથ્યામતિઓના ટોળામાં જાય એ ચાલે !
715
એ લોકો કહે છે કે, ‘સારું બધાને બતાવતા કેમ નથી ? પણ એમને ખબર નથી કે સારું પણ સારાને જ બતાવાય. બધાને ન બતાવાય. કીમતી ખજાનો ચોર-ડાકુને ન બતાવાય. સારાને પણ બતાવવાની આવડતવાળાથી જ બતાવાય. શું બતાવવું, શું છુપાવવું, એની જાણકારી ન હોય ને બતાવવા જાય તો ઉભયને નુકસાન થાય. એવો ઘમંડ ન રાખવો કે સાચું છે તો બધાને હું કેમ ન સમજાવું ? સામર્થ્ય વિના સમજાવવા જઈશ તો તું તો સમજાવતા સમજાવીશ, પણ સામું એ તને સમજાવી જશે. સમ્યક્ત્વ કીમતી છે માટે એનું રક્ષણ કરવું અત્યંત આવશ્યક છે, એ વાત તમારા મગજમાં બરાબર ઉતારો ! મિથ્યામતિના પરિચય વિના પણ જો આ દશા ! તો પરિચય પછી શું ? સમ્યક્ત્વની ભાવના બહુ દુર્લભ છે. નહિ બોલતા જડ પદાર્થો પણ જો આત્માને મૂંઝવી જાય તો ઉન્માર્ગે રહેલા બોલતા એવા ચેતનવંતા આત્માઓ મૂંઝવી જાય એમાં નવાઈ શી ? પૈસો, માનપાન, સાહ્યબી વગેરે જો આત્માને મૂંઝવે, તો.બોલવાની કુશળતાવાળા મિથ્યામતિનો પરિચય શું ન કરે ? ઘણી વાર તમે કહો છો કે, મુક્તિ જોઈએ છે નક્કી. વિરતિ વિના મુક્તિ મળે નહિ એ પણ નક્કી, એ બધી વાત સો ટકા સાચી પણ... પછી શું ? પછી બધા બચાવ કે, ‘સંયોગ અનુકૂળ નથી, ભાવના એવી થતી નથી, શક્તિ નથી', એમ એક પછી એક બહાનાં બતાવવા માંડો છો ને ! મિથ્યામતિના પરિચય વિના પણ જો આ હાલત છે તો જ્યાં ઉન્માર્ગનું જ મંડાણ છે એવા મિથ્યામતિઓના પરિચયથી શું ન થાય ?
સભા ‘સંયોગ નથી, શક્તિ નથી, વગેરે કહેવામાં સમ્યક્ત્વને દૂષણ ખરું ?’
સાચી રીતે કહેતા હો તો દૂષણ નહિ પણ એ સ્થિતિમાં દૂષણ આવતાં વાર કેટલી ? વસ્તુને સમજ્યા પછી કેવળ સંયોગો જ જોયા કરે, નહિ જેવી અશક્તિને મોટું રૂપ આપ્યા કરે, થાય તેવી વસ્તુને પણ ન થાય તેવી માન્યા કરે તો પરિણામે શું થાય ? લક્ષ્મીનો અર્થી સંયોગ ન હોય તો મોટો સોદો ન કરે. પણ તેની ઝંખના કેવી હોય ? એ બજારમાં જાય, શક્તિશાળી વેપા૨ીઓને મળે, એની દાઢીમાં હાથ નાંખે, શક્ય એટલી બધી કોશિશ કરે, એવું અહીં પણ જોઈએ ને ? એમાંના કોઈ પ્રયત્ન અહીં દેખાય છે ખરા ? સભ્યષ્ટિ કરી ન શકે એ બને પણ પ્રયત્ન જ