________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પરિચય’. વેપારના કામે કે દુનિયાદારીના સંબંધે મળવું પડે એ પરિચય ગણાતો નથી, પણ બેસવા-ઊઠવાનો ગાઢ સંબંધ તે પરિચય છે. મિથ્યામતિના પરિચયના પરિણામે પૂર્વના ચારે દોષો આત્મામાં પ્રવેશ પામે છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, મિથ્યામતિના પરિચયથી દૃઢ સમ્યક્ત્વમાં પણ ભેદ થાય છે, તો સામાન્ય સમ્યક્ત્વમાં પૂછવું જ શું ? મિથ્યામતિઓની પાસે રહેવાથી, એની ક્રિયા જોવાથી, એની સાથેના વાતચીતના અતિ પ્રસંગથી વાતવાતમાં શંકાઓ ઊભી થાય. દૃઢ સમંકિતી પણ પલટો ખાઈ જાય તો સામાન્ય અગર નવા ધર્મીનું શું કહેવું ?
શાસ્ત્રકાર કહે છે કે, સમકિતીએ આ પાંચે દોષોથી દૂર રહેવું જોઈએ. સમર્થ આત્માને માટે કાયદો જુદો છે. એને તો મિથ્યાદષ્ટિઓની સભામાં જવાની પણ છૂટ છે અને એની સાથે વાદ કરવાની પણ છૂટ છે. કેમ કે, એનામાં તો ઉન્માર્ગમાં રહેલા બીજાને પણ અહીં સન્માર્ગમાં ખેંચી લાવવાની શક્તિ છે. ઘણા કહે છે કે, ‘વાડાબંધીથી ફાયદો શો ? જો માર્ગ આપણો સાચો હોય તો વાડાબંધીની જરૂ૨ શી ? શું આપણા દર્શનમાં કંઈ પોલાણ છે ?’ પણ તેમને ખબર નથી દુનિયામાં કહેવત છે કે, ‘તમાકુના ખેતરને વાડની જરૂર નહિ.’ મોંઘા પાકના ખેતરને વાડ હોય જ. વાડ ન હોય ત્યાં સમજવું કે ખેતર માલદાર નથી. દુનિયા કીમતી માલના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. માલ વગરની ચીજના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. અનાદિકાળથી મિથ્યાત્વમાં પડેલો, મિથ્યાત્વને સેવતો અને એમાં જ રાચતોમાચતો આત્મા મહાપુણ્ય યોગે આ સમ્યગ્દર્શનને પામે, ત્યારે એના રક્ષણ માટેના યોગ્ય ઉપાયો પ્રયત્નપૂર્વક કરવા જ જોઈએ ને ?
૧૪૪
714
દુનિયામાં કહેવાય છે કે ડાહ્યા પણ મૂર્ખાના સંગે મૂર્ખ બને છે. માટે જ નીતિકારો પણ કહે છે કે -
न मूर्खजनसंसर्गः सुरेन्द्रभवनेष्वपि ।
મૂર્ખના સંસર્ગવાળું સુરેન્દ્રભવન હોય તો તે પણ ન જોઈએ. એથી તો કવિએ ગાયું કે –
‘મૂરખ સંગ અતિ મળે, તો વસીએ વનવાસ; પંડિતશું વાસો વસી, છંદો મોહનો પાશ.'
સોબત સારી ન મળે તો જંગલમાં રહેવું સારું; પરંતુ નગરમાં પણ મૂર્ખનો સંગ થતો હોય તો ન રહેવું, મૂર્ખના રોષ અને તોષ બંને નકામા છે, નુકસાન