________________
૧૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – જેમની સંસારની વાસના ઘટી તેઓ જ શાસનને પામ્યા. મૂર્તિ, આગમ, સાધુ વગેરે સંસારવાસના વધારવા માટે નથી પણ કાપવા માટે છે. સંસારના પ્રેમી પાસે અમે વીતરાગને મનાવવા માગતા જ નથી. વીતરાગ, સાધુ, આગમ વગેરેમાં શું પડ્યું છે તે એ માને ? જેની સંસારવાસના ગઈ હોય તે જ એને માને. સંસારવાસનાને પોષવા પૂર્વના શ્રાવકો એમને પૂજતા હતા અને લાભ ઉઠાવતા હતા એમ ન માનતા. સંસારવાસના જીવતી રાખી જિનપૂજાથી લાભ મેળવનારાને તો એ લાભ પચાવવો ભારે થઈ પડ્યો છે. -. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માનું દાંત:
ભગવાન મહાવીરદેવના જીવે વિશ્વભૂતિના ભવમાં સંયમનાં ફળના બદલામાં માત્ર બળ માગ્યું, તો એનું પરિણામ શું આવ્યું? એ પચાવતાં એમનું તેલ નીકળી ગયું. વાસુદેવ તો થયા પણ પછી સાતમી નરકે જવું પડ્યું ને ? “આટલી શરીરની મમતા તજી, આવો ઘોર તપ તપ્યા, તો ફક્ત આટલી નજીવી વાતમાં આવડી મોટી શિક્ષા ?' એવી શરમ કર્મસત્તાને ન આવી. જૈનશાસને વર્ણવેલી કર્મસત્તા બહુ ભયંકર છે. જેવું જૈનશાસન ઊંચું તેવી કર્મસત્તા ભયંકર. કેવી ભયંકર ? એ ઉદયમાં આવે ત્યારે સાક્ષાત્ તીર્થંકરદેવના આત્માને પણ ન જુએ. અવધિજ્ઞાનના ધણી એવા અસંખ્યાતા ઇંદ્રો પણ ન માલૂમ એવે સમયે ક્યાં છુપાઈ જતા હતા ! સુધર્માઇન્દ્ર ભગવાન મહાવીર પાસે સિદ્ધાર્થ યક્ષને મૂક્યો હતો. શા માટે ? પ્રાણાંત ઉપસર્ગમાં પ્રભુની રક્ષા કરવા માટે. યક્ષના મંદિરમાં પ્રભુને ભયંકર ઉપસર્ગો થયા ત્યારે એ જ રાત્રિના એ નામદાર ફરવા ગયેલા. સેવામાં રહેલા એ સિદ્ધાર્થે અમુક ગામમાં ભગવાનના નામે કેટલાક ઉપદ્રવો કર્યા હતા. કર્મસત્તા આવી છે; માટે ચેતો. પાંચ-પચીસ વર્ષના ભોગવટાનો બદલો એવો ભોગવવો પડશે કે નવ ને પાણી ઊતરી જશે. કરેલાં કર્મનું ફળ ભોગવવું પડશે, એ વાતમાં શ્રદ્ધા છે કે નહિ ? પુણ્યવાન પણ ગબડી ગયા ત્યાં તમે અમે શું હિસાબમાં ? તમારી તો માન્યતા છે કે-“ચાલે તેમ ચાલવા દો, ભગવાનને બે તિલક કરી આવશું એટલે પત્યું, આપણે ક્યાં લાંબુ પાપ કરીએ છીએ ?' જેને જે જોઈએ તે માટે જે કાંઈ કરવું પડે તે કરી લેવામાં એ લાંબુ પાપ માનતો જ નથી. અને કદાચ માનતો હોય તો વિચારે કે બારે મહિને સંવત્સરી પ્રતિક્રમણમાં મિચ્છામિ દુક્કડ'દઈ દેશું અગર એકાદ પૂજા ભણાવી પ્રાયશ્ચિત્ત કરી લેશું એટલે બસ ! બધું પતી જશે. આ ભાવના આજે છે. ધર્મીનાં નેત્રો કેવો હોય ?
ભોંય પર પડેલા પાંચ રૂપિયા લેવા માટે પગથી દાબી દેવામાં પાપ માનો