________________
૧૩: વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
છો ? અદત્તાદાનના પચ્ચક્ખાણવાળો પણ મનમાં સમાધાન કરી લે કે-બીજાના હાથમાં જાય એના બદલે મારા હાથમાં આવે તે ખોટું શું છે ? એમાં વળી બે-પાંચ હજારનો હીરો હાથમાં આવી જાય તો વિચારે કે આરંભ નહિ કરવો પડે. મનમાં જ માની લે કે-અદત્તાદાનનો દોષ તો લાગે છે પણ આરંભના દોષથી તો બચાય છે ને ? પણ એ ગાંડાને ખબર નથી કે એ આવેલા હરામના હીરાથી હજાર જાતની મલિન ભાવનાઓ મનમાં જાગશે અને બીજાં અનેક પાપો બંધાશે. કમાવા માટે તો આરંભ હતો, હવે તો ભોગવવાં કેમ ! એની હોળી મનમાં ઊભી થશે. વળી અદત્તાદાનનો દોષ નફામાં અને કોઈનું પડેલું ઘર ભેગું કરવાની ટેવ ઇનામ ખાતે. આ રીતે ધીમે ધીમે વ્રતમાં પોલ પડે તો સમ્યક્ત્વ જાય, મિથ્યાત્વ આવે, તીવ્ર બંધ થાય અને પછી કર્મસત્તા કાનબુટ્ટી પકડીને આત્માને જ્યાં લઈ જવો હોય ત્યાં ઉપાડી જાય.
749
૧૭૯
આજના શ્રાવકો તો કહે છે કે સાધુનો ધર્મ જુદો અને આપણો ધર્મ જુદો’-આ વાત ખરી છે ? એ કહે છે કે-સાધુ તો એકાંતે ત્યાગની વાત કરે પણ એ આપણાથી થાય ? શાસ્ત્ર તો કહે છે કે-શ્રાવક અને સાધુની ભાવના એક જ હોય. પ્રવૃત્તિમાં ભેદ હોય. સાધુ આચારે સાધુ છે, શ્રાવક વિચારે સાધુ છે. શ્રાવક નિયમા સાધુ બને એ કાયદો નથી પણ એને સાધુ થવાના મનો૨થ તો જરૂર હોય જ.
સભા ‘જંગલમાં નવું નગર વસતું હોય, રાજા વગેરે ન હોય તો ત્યાં વિના મૂલ્યે વસનારને અદત્તાદાનનો દોષ લાગે ?’
જ્યાં સર્વથા માલિકી ન સંભવતી હોય ત્યાં દોષ ન લાગે એ વાત પછી કરશું પણ ત્રીજું વ્રત લેનાર માટે તો એ પણ છૂટ નથી. ભલે કોઈની માલિકી નથી છતાં એ ન લે. બદલો આપીને હક્કપૂર્વકનું જે મળે તેનાથી એ ચલાવે. પારકો ઇચ્છાપૂર્વક આપે તે લે, એ વાત જુદી. આજે એક એવી માન્યતા છે કે રસ્તામાં પડેલી ચીજ હોય તો તે લઈને દેરાસ૨માં મૂકવી, પૈસા હોય તો લઈને ભંડારમાં નાખી દેવા. પણ શાસ્ત્ર ના પાડે છે. કેમકે બે-ચાર આના કે બે પાંચ રૂપિયા સુધી તો એ ભાવના ટકી રહે પણ જ્યાં કીમતી ચીજ મળી જાય ત્યાં લેનારને એમ થાય કે ‘જે ચીજ ભગવાનને ખપે તે મને કેમ ન ખપે ?' એમ વિચારી ખીસામાં મૂકે. ધર્મી આત્મા આ રીતે શરૂઆતથી જ અનાયાસે પાપમાર્ગે ખેંચાય છે. માટે સાવચેતીની બહુ જરૂ૨ છે. અદત્તાદાનના નિયમના દૃષ્ટાંતમાં એવી વાત આવે છે કે એક રાજા વનમાંથી એકલો પસાર થઈ રહ્યો હતો. ત્યાં દેવે પરીક્ષા કરવા રસ્તામાં માયાથી એક પછી એક મૂલ્યવાન વસ્તુઓ પડેલી