________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
બતાવી છતાં રાજા તે તરફ નજર સરખી ન કરતાં પસાર થઈ ગયો. ત્યારે દેવે પ્રગટ થઈને કહ્યું કે તુષ્ટોઽમ્ । સાચો વ્રતધારી તે આ.
ધર્મીનાં નેત્રો એવાં કેળવાયેલાં હોય કે એ બીજું ન જોવાનું જુએ જ નહીં. સામેથી દેવાંગના ચાલી જતી હોય તો પણ શ્રાવકનું આંખનું પોપચું ઊંચું ન થાય તો પછી કુદૃષ્ટિથી જોવાની વાત તો ક્યાં રહી ? આ રીતે રહેનાર જ વ્રત પાળી શકે. અયોગ્ય વસ્તુ જોવામાં લીન બનેલા વ્રત શી રીતે પાળે ? પર્વતિથિએ શીલપાલનના નિયમવાળા તે જ દિવસે નાટકચેટક કે સિનેમા જોવા જાય ? જાય તો તેની કઈ હાલત થાય ? વેશ્યાના ઘરમાં રહીને બ્રહ્મચર્ય પાળવાની તાકાતવાળા તો તમે બધા નથી ને ? નાટક ચેટક અને સિનેમા જોનારાની વ્રતમાં સ્થિરતા રહે ? ત્યાં એક એક નંગને જોઈને કઈ ભાવના થાય ? તમારાં મન કેટલાં સ્થિર છે ? વિષયોમાં લીન બનેલા અને પાઈ માટે પણ અનીતિ કરનારા આવા ભયંકર પ્રલોભનવાળા સ્થાનમાં જઈને હૃદય શુદ્ધ રાખી ઘેર આવે ખરા ? આજનાં નાટક, સિનેમા આદિ તો ક્ષયરોગનાં, મૂળ છે. રાત્રિભોજનના નિયમવાળા પણ મહિનામાં બે-ચાર દિવસની છૂટ રાખે છે તે શા માટે ? આ નાટક આદિમાં જાય ત્યારે ભાઈસાહેબને જોઈએ માટે જ ને ? શ્રાવકના દીકરાએ રાત્રે ખાવાનો પ્રસંગ આવે એવી સ્થિતિ શા માટે ઊભી કરવી ? નાટક ચેટકમાં સારી ભાવના ટકે ?
વ્યાખ્યાન કઈ રીતે સાંભળશો ?
૧૮૦
750
સમ્યક્ત્વની પીઠની રૂઢતા માટે જે પરિણામની ધારાની વાત કરવી છે તે માટે આ પીઠિકા બાંધી રહ્યો છું. દૃઢતામાં તો દોષ ટાળવાના હતા; રૂઢતામાં હૃદયને કેળવવાનું છે. દૃઢતામાં દોષોથી આઘા રહેવાનું હતું; રૂઢતામાં તો ચોવીસે કલાક કયા મનોરથો ઊછળે એ નક્કી કરવાનું છે. તમને વિચારે સાધુ બનાવવા છે. આચારે બનો એ તો ઉત્તમ વાત છે પણ એ ન બનાય તો વિચારે તો સાધુ બનો ને ?
તમે તૈયાર થઈને સાંભળવા આવો ! તૈયારી વિના આવો છો માટે ફાવટ આવતી નથી.
કપડાં પહેરવાં એનું નામ તૈયારી નથી. દોષ દોષ રૂપે દેખાય અને ગુણ ગુણ રૂપે દેખાય એટલે દોષને તજવાની અને ગુણને લેવાની તૈયારી જોઈએ. એ હોય તો વ્યાખ્યાન ફળે.
તમારી આ તૈયારી હોત તો આ છ-છ મહિનાથી વ્યાખ્યાન વંચાય છે, તો રાત્રિભોજન ચાલુ રહ્યું હોત ? અબ્રહ્મ એવું ને એવું રહ્યું હોત ? નાટક, ચેટક,