________________
૧૩ : વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
૧૮૧
સિનેમા, ચાહ, પ્રાન, બીડી, સિગારેટ જેવી ક્ષુદ્ર ચીજોને જીવનમાં હજી સ્થાન રહ્યું હોત ? ‘આ ન છૂટે ! આ ન બને !' એમ જ કર્યા કરશો તો આગળનું પામશો કઈ રીતે ? એવું ન માનતા કે એકી સાથે ન છૂટે, ક્રમે ક્રમે જ છૂટે-તમારે એકી સાથે છોડવું હોય તો ન છૂટે એવી આ બધી ચીજો નથી. આ તો દોષ તજવો નથી, ગુણ લેવો નથી ત્યાં વ્યાખ્યાનમાં રસ આવે ક્યાંથી ? બે-પાંચ વાક્યોથી ઊભરા જેવો ઉછાળો આવી જાય પણ એને શમી જતાં વાર ન લાગે, કારણ કે અમલ વિના એ ટકે શી રીતે ? રસ તેનું નામ કે દોષને દોષ તરીકે જાણ્યા પછી એ તજવા માટે આકાશ-પાતાળ એક કરે. એમ જ થાય કે-કેમ ન તજાય ?
751
‘હું કેવો ? હું શું કરું છું ? મારાથી શું કરાય ? મારાથી શું ન કરાય ?’ ચોવીસ કલાકમાં એક કલાક પણ આ અંગે વિચારવા માટે રાખ્યો છે ? જો તમે બધા આવું કાંઈ ન વિચારો તો મારો અને તમારો મેળ લાંબો કાળ ન નભે. છ મહિના વ્યાખ્યાન સાંભળ્યા પછી શું પામ્યા, તેની કાંઈ નોંધ રાખી છે ? ભાવના, વિચારો અને વર્તનમાં શુદ્ધિ અને ઉત્તમાં આવતી જવી જોઈએ. વિચાર અને વાણી એવા થઈ જાય કે જે સાંભળી સામાને શિ૨ ઝુકાવવાનું મન થાય. તમારી કુટેવો ન જાય ત્યાં સુધી વ્યાખ્યાન પરિણામ ન પામે. મારું એક મહિનાનું વ્યાખ્યાન અને તમારો એક દિવસનો સિનેમા ! મારી મહિનાની મહેનત પર પાણી ફરી વળે. પૂર્વના પુણ્યવાનો એવા હતા કે હજારો વર્ષ સંસારની કાર્યવાહી કરે પણ એક જ ધર્મદેશના સાંભળતાં જીવનમાં પરિવર્તન આવી જતું-એક જ ધર્મદેશના એમના માટે કલ્યાણકારિણી બની જતી. આમ કેમ ? તમને જેટલી લહેજત ત્યાં નાટકસિનેમામાં આવે છે તેટલી લહેજતથી અહીં સંભળાતું નથી. અહીં તો દૃષ્ટિ ક્યાં, વિચારો ક્યાં અને બેસવાની રીત પણ નિરાળી-અને ત્યાં તો પડદો ઊપડ્યો કે હૈયું એકતાન, બીજી બધી ક્રિયાઓ બંધ, આંખો સ્થિર, જાણે જીવતા જાગતા પણ ચીતરેલાં પૂતળાં જોઈ લો ! રિદ્રી દરિદ્રતા ભૂલી જાય અને શ્રીમાન પણ બીજી ચિંતા ભૂલી જાય. બધા એકાકાર.
પ્રભુની મૂર્તિનાં દર્શન એ રીતે કદી કર્યાં ?
સભા ‘ત્યાં તો પૈસા ખર્ચી ટિકિટ લેવી પડે છે ને ?’
ઉપકાર માટે, દીન, હીન, ગરીબ, તવંગર બધા લાભ લઈ શકે તે માટે અહીં ટિકિટ ન રાખી માટે આ અકીમતી એમ ? પૈસા આપીને લાવો તે ઘડાને ટકોરો મારે અને પૈસા વગર ઘડો લાવો ત્યાં કાંઈ ન જુઓ એમ ? તો પછી આ વ્યાખ્યાન તમને ફળે શી રીતે ? ભગવાન પાસે બધા જે રીતે આવે છે એ પણ