________________
૧૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 752. જોવા જેવું છે. જો કે આટલી પણ રૂઢિ ચાલુ ન હોત તો કોઈ આવત પણ નહિ. એટલે આવે છે એ તો ઠીક છે પણ આવે છે કઈ રીતે ? મંદિરમાં આવે, પ્રદક્ષિણા કરે, ગોખેલા એકાદ શ્લોકો કે દુહા બોલી જાય, (તેમાં પણ અશુદ્ધિઓ તો હોય) સાથિયો કાઢે, બદામ મૂકે, યંત્રવત્ બધું કરી રવાના થઈ જાય-પણ એ ન વિચારે કે-હું કોણ ? ક્યાં આવ્યો છું ? આ ભગવાન કોણ છે ? અહીં કઈ રીતે અવાય ? કઈ રીતે બોલાય ? એ કશો ખ્યાલ જ ન હોય એવી દશા છે. ઉતાવળો ઉતાવળો આવે, ચીજ-વસ્તુ હડફેટમાં લેતો જાય એનું ધ્યાન પણ ન રહે અને જેટલા જોશથી આવ્યો એટલા જોશથી પાછો જાય. પછી ભગવાન એનો પણ એને ખ્યાલ ન હોય-આવી આજની તમારી સ્થિતિ છે.
વિચારશીલ માણસને તો મંદિરમાં પગ મૂકતાં પણ પગ ભારે થઈ જાયએને તરત મનમાં વિચાર જાગે કે-આ સર્વ દોષમુક્ત અને હું પાપથી ભરેલો, આવા પરમાત્મા પાસે કેમ જવાય ? કેમ ઊભું રહેવાય ? કેમ સ્તુતિ થાય ? એ બધા વિચારો પછી એને આવે. પછી મંદિરમાંથી નીકળતાં પણ એને ત્રાસ થાય. એને એમ થાય કે- “હવે આ પવિત્ર સંગ છૂએ ન માલૂમ હવે આ આત્મા ક્યાં જઈ પટકાશે ?' આવા કોઈ વિચારો આવે છે ખરા ? શાસ્ત્ર એટલા માટે તો એવાં વિધાન અને એવાં સૂત્રો બોલવાનાં ફરમાવ્યાં છે કે જેના એક એક શબ્દના અર્થને વિચારો તો પણ ભારે પરિવર્તન આવી જાય. પણ એ બધું છે ક્યાં ? આ તો સૂત્ર બોલ્યા ન બોલ્યા, દોંડાદોડ કરી અને ફૂદડી ફરીને ચાલ્યા; આ સ્થિતિ હોય ત્યાં શું થાય ? | નાટક સિનેમામાં સારી બેઠક શોધીને બેસે પછી ભલે ચાર આનાનો ટિકિટવાળો હોય કે પાંચ રૂપિયાવાળો હોય. બરાબર ધ્યાનથી જુએ, જોયા પછી વારંવાર એ દૃશ્યો વાગોળે, જે મળે એને રસપૂર્વક એની વાતો સંભળાવે, બીજી વખત જોવા જવા ચાર સાથી પણ તૈયાર કરે, આમ કંઈકને પાયમાલ કરે. જ્યારે અહીં સ્થિતિ સાવ ઊલટી. હું ફેરવી ફેરવીને એક એક વાત અનેક વાર સમજાવું છું. છતાં બહાર જઈને એ વાત બીજાને સમજાવે એવા કેટલા ? ઊલટું કોઈ પૂછે તો કહે કે “મહારાજ સમકિત, સમકિત કરતા હતા, વાત બહુ મજાની હતી, ગમે એવી હતી, પણ આપણને કાંઈ યાદ રહે નહિ અને આપણાથી કાંઈ બને પણ નહિ.” આમ સરવાળે વાત શૂન્યમાં આવે. ઉપરથી બે સાથી આવવા તૈયાર થયા હોય તે પણ ગુમાવે. અહીંના સાંભળનારાઓએ નવા શ્રોતા કેટલા બનાવ્યા ? અહીં કેળવવામાં આવતા વિચારો કેટલાના હૃદયમાં ઉતાર્યા ? આ બધાનો સરવાળો માંડો તો જવાબમાં પ્રાય: મીડું જ આવે એવું દેખાય છે.