________________
77
– ૧૩ઃ વિચારધારાને નિર્મળ બનાવો ! - 5૩ - ૧૭૭ ન માનવાનું સમજાવવાની આ બધી મહેનત થાય છે એમ ન માનતા. શ્રી સંઘ પૂજ્ય છે. એની આશાતના અમારાથી કે તમારાથી ભૂલેચૂકે ન થવી જોઈએ એની આજ્ઞાનું ખંડન અજાણતાંય ન થઈ જાય એની કાળજી રાખવી જોઈએ. પણ સંઘ સંઘ હોવો જોઈએ અને તેની આજ્ઞા એ પ્રભુશાસનની આજ્ઞા હોવી જોઈએ. એમ નહિ વર્તે તો સમય એવો આવી લાગ્યો છે કે-એવા સમુદાયના શરણે જવામાં બધું જ છોડવું પડશે. “ભગવાનની મૂર્તિ પાછળ આ બધી ધમાલ શી ? પથ્થની મૂર્તિ પાછળ લાખ્ખોનો વ્યય ? સુપાત્રના નામે ત્યાગી કહેવાતા સાધુઓનાં આટલાં બધાં માન ? આ વીસમી સદીમાં જ્યારે જમાનો વીજળી વેગે આગળ વધી રહ્યો છે ત્યારે આ બધું કેમ નભે ?' આવું કહેનારો વર્ગ આજે વધતો જાય છે. એ લોકો કહે છે કે – આજના ઝડપથી આગળ વધી રહેલા જમાનામાં આ મૂર્તિઓ, આ સાધુઓ કે આ આગમો કઈ રીતે ઉદ્ધાર કરવાના છે ? મૂર્તિ તો વીતરાગભાવ દર્શાવે છે, નિષ્ક્રિય બેઠી છે, ન રાગ પ્રેરે, ન સુખ સાહ્યબી આપે, માત્ર વીતરાગ થવાની ભાવના પ્રેરે અને સાધુ કેવળ વિરાગી થવાની વાતો કરે. હવે વીતરાગની મૂર્તિ અને વિરાગના વાઘા પહેરેલા સાધુઓ આ જમાનામાં શો ઉદય લાવવાના છે ? ઉદય કોણ કરે ?
એ કહે છે કે – “ઉદય તો તે જ કરે જે દિવસ ઊગ્યે નવી નવી શોધખોળો કરતા હોય, નવા નવા અખતરા કરતા હોય, વેપાર ઉદ્યોગોની નવી નવી યોજનાઓ તૈયાર કરતા હોય. એવા વેજ્ઞાનિકો, વકીલો, બૅરિસ્ટરો, ડૉક્ટરો, ધારાસભ્યો વગેરે ઉદય કરી શકે. જૂના કાળમાં આચાર્યોએ હિત કર્યું હશે ! મૂર્તિથી લાભ થયો હશે ! પણ આજે એમનાથી કાંઈ લાભ ન થાય.” આગળ વધીને કહે છે કે - “જ્યારે દુનિયામાં ધમધોકાર મોટી મોટી કંપનીઓ અને કારખાનાં સ્થપાઈ રહ્યાં હોય ત્યારે જૈન સમાજ આરંભ-સમારંભના નામે આળસુ બની પાછળ રહી જાય એ કેમ ચાલે ? મંદિરમાં જઈને “તાર હો તાર હો” કરે એમાં કાંઈ દી' ન વળે. એવી ચેતનવંતી યોજનાઓ તૈયાર કરો કે જેથી સમાજમાં ચેતન આવે. આ બધી વર્તમાન માન્યતાઓ છે. એ સમજાવે છે કે – મૂર્તિ, આગમ, પૂજા, સાધુ એ બધું ખરું પણ આજના યુગમાં એ કાંઈ કામ ન આવે. આવી સ્પષ્ટ વાત એમની છે.
સભા: ‘આવી બધી માન્યતાઓનું મૂળ શું ?'
એનું મૂળ સંસારની વાસના. જે આ શાસનને માને તેની સંસારની વાસનાઓ ઉપર કાપ પડે. આવી બધી માન્યતાઓ તેને ન સતાવે. જે કાળમાં