________________
૧૭૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શ્રી સંઘ પૂજ્ય છે, પણ તેની ઓળખ જરૂરી છે ઃ
શ્રી સંઘ પૂજવા યોગ્ય છે. શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં એ તીર્થંકર સમાન છે. એ વાતની પુષ્ટિ માટે જ આ બધી મહેનત છે. પણ સાથે જ એ ખ્યાલ રાખવાનો છે કે શ્રી સંઘના નામે ક્યાંક પથરા ન પૂજાઈ જાય. કોઈ એવાં ટોળાંની પૂજા ન થઈ જાય કે ૨ખે આત્માનું અહિત થાય. ગુણાનુરાગના નામે મૂર્ખ ન બની જવાય ! ભક્તિના નામે આશાતના ન થઈ જાય ! સંઘપૂજાના નામે જ શાસનનો સંહાર ન થાય ! આ બધું જોવાનું ખરું કે નહિ ? કોઈ કહેતા આવે કે - ‘અમે સંઘ !’ તો એમને કહો કે- ‘ભાઈ ! તમે સંઘ કબૂલ ! પણ તમારો નાયક કોણ ?' તો કહે કે- એક પાઘડીવાળો, એને ફાવે તેમ ચલાવે અને અમે તેની પાછળ ચાલીએ' તો એમને કહી દો કે- ‘એ ન ચાલે,’ ચાલતી ટ્રેને ચઢવાનો હક્ક ધરાવનારાના ટોપા પર સિક્કો ચોડેલો હોય છે. વૉરંટ બજાવનાર બેલીફ પાસે પટ્ટો હોય છે. પટ્ટા વગ૨ પકડવા આવે તો એ જ પકડાય, જો સામો કાયદાનો જાણ હોય તો ! એ જ રીતે સંઘનું નામ લેતાં આવે તો તેની પાસે પણ પટ્ટો તો જોઈએ ને ?
746
જે કોઈ ‘અમે સંઘ, અમે સંઘ' એમ કહે તેને પૂછો કે - ‘તમારો સંઘ કોનો ? વાણિયાનો કે શ્રાવકનો ?' એ કહે કે - ‘શ્રાવકનો.’ તો પછી એને પૂછો કે - શ્રાવક કોને કહેવાય ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને તેને કે ન માને તેને ? તમે એવા હોશિયાર થાઓ કે વાણીના બંધનથી કોઈ તમને બાંધી શકે નહિ. તમે કહો કે - ‘અમે જ્યાં ત્યાં ન નમીએ. માથું એ તો ઉત્તમાંગ એ યોગ્યને જ નમે.' પેલા કહેશે કે - તો અમે તમને અભિમાની, દુરાગ્રહી કહીશું.' તો કહેવું કે - ‘લાખવાર કહેજો. જરાયે બાકી ન રાખજો.' પણ આ બધું કોણ કહે ? જેને મસ્તકની કિંમત હોય તે. બાકી આ તો દશ શેરીયો ગોળો, ફાવે તેમ ગબડાવો ત્યાં શું થાય ? તમારી ભાવના તો એવી છે કે - અમે આમ ને આમ ખાંતા પીતા રહીએ અને ભગવાનનું શાસન આરાધાઈ જાય તો બસ ! અમારું કામ થઈ જાય. પણ એમ જરાયે શ્રમ લીધા વિના, બુદ્ધિના સદુપયોગ વગર શાસન આરાધાઈ જતું હોત તો સંસા૨માં રહેત કોણ ? બધા મોક્ષમાં જઈને જ બેઠા હોત ને ?
સંસારની વાસનાનું પરિણામ :
એક એક વસ્તુના મર્મ સુધી પહોંચી તેની બરાબર પરખ કરો તો શાસન સમજાય. વસ્તુ માત્રને નિદાન વિના ન વળગો તો શાસનસેવા થાય. શ્રી સંઘને