________________
૫૮૭
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૨
-
1158 .
મૂળગુણમાં બારી નથી. એમાં આશ્રવના બધા દરવાજા બંધ છે. આશ્રવ રોક્યા વિના નિર્જરા કામ ન આપે. આશ્રવની ધમચકડી ચાલુ હોય તો, જાય થોડું ને વળગે ઘણું. એ આત્મા નિર્મળ થાય ક્યારે ? આગમનાં રહસ્યો કોને અપાય?
કોઈ કહે કે “અમે ક્યાં સ્ત્રી રાખી છે ? પછી વ્રતભંગ કેવી રીતે ?” કહેવું પડે કે રાખી નહિ તે ઠીક છે પણ રખાવવાની પેરવી કરી હોય તો ? એ પણ ન ચાલે.
સભા: “એવું કરવું હોય તો સાધુપણામાં રહીને લાભ શો ?”
લાભ એ કે અર્થીજનો પ્રશંસા કરે. સાધુ થયા પછી જેમ જેમ ડીગ્રી વધે તેમ તેમ આગમની ચાવી એના હાથમાં આવે.
તિજોરીની ચાવી કોને અપાય ? શાસ્ત્રરૂપી ખજાનાની ચાવી જેને તેને ન અપાય. શેઠિયાઓ તિજોરીની ચાવીનો ઝૂમખો નોકરને સોંપતાં પહેલાં પરીક્ષા કરે છે. પહેલાં તો ઘરમાં બે-ચાર વખત પૈસા જ્યાં ત્યાં રખડતા મૂકે અને તપાસ કરે. બે-પાંચ વાર પરીક્ષા કર્યા બાદ સો ટચનું સોનું જણાય તો ઝૂમખો આપે. મોટા શેઠિયાઓને ત્યાં રૂપિયા પણ તોલીને અપાય લેવાય છે. લાખો રૂપિયાની લેતી દેતી હોય, ત્યાં ગણવા બેસે તો આરો આવે ? એમાંથી રોજ પાંચ-પચીસ ઉઠાવવા ધારે તો ઉઠાવી શકે. માટે જ ચાવીનો ઝૂમખો શેઠિયાઓ પરીક્ષા કર્યા પછી જ સોંપે છે.
આગમની ચાવી પણ એના હેતુ, રહસ્યો જાણ્યાં હોય એને અપાય. હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીસંગ, પરિગ્રહ આ પાંચેય ન કરવાનાં નવકોટિથી જેને પચ્ચકખાણ હોય તેને આગમની ચાવી અપાય. કોઈ કહે કે “અમે આવા બંધનમાં આવવા નથી માગતા.” તો તેમને કહેવું પડે કે-“તો ઘેર જાઓ !” મેખલા પોલી ન ચાલે. થાંભલા સારા ને મજબૂત ન હોય તો તેના પર મોટું મકાન ન થાય. પ્રતિજ્ઞા પૂરી પાળવી હોય તો આવો, નહિ તો ચાલ્યા જાઓ. પહેલી મેખલા પર આખા સંઘનો આધાર છે.
જેના ધર્મગુર ઢીલા, જેનો સેનાપતિ આંધળો, એનું કટક કૂવામાં. મેખલામાં મુખ્ય કોણ? મૂળગુણ ને ઉત્તરગુણ. એ કોનામાં હોય ? સાધુમાં. જૈનદર્શનનું અપૂર્વ તત્ત્વ અને ઉપકારીઓનો ઉપકાર: .
હવે મેરૂ ઉપર ચિત્રકૂટો છે. ચિત્રકૂટો એટલે શિખરો. જે પહાડ મોટો તેને શિખર ઘણાં હોય. તેમાં એક મોટું શિખર તો હોય જ. પથ્થરનાં પહાડનાં શિખર