________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ-૩ સોમવાર, તા. ૩-૩-૧૯૩૦
79
• પાંચ મહાવ્રતનું સ્વરૂપ : • આગમનાં રહસ્યો કોને અપાય ? • જૈનદર્શનનું અપૂર્વ તત્ત્વ અને ઉપકારીઓનો ઉપકાર : • દયા જ્ઞાનીની અને અજ્ઞાનીની :
સહન કરવાની ટેમ પાડો ! "
આત્મસેવાના અર્થીને શરીરની સેવા ભયંકર લાગે : • સેવા, નાશવંતની કે શાશ્વતની..? '
વ્યાયામ-અખાડા શા માટે ? • પ્રચારની પોકળતા : .
એવાઓને મદદ ન કરાય : ૦. અમારો વિરોધ ક્યાં ? • બોલવાના સમયે બોલ્યા વિના ન ચાલે :
પાંચ મહાવ્રતનું સ્વરૂપ - અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠનું વર્ણન કરી ગયા બાદ, એ પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાના સ્વરૂપને બતાવી ગયા અને હવે તેની મેખલાનું સ્વરૂપ વર્ણવે છે.'
શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણમય મેખલા જોઈએ. મૂળગુણો સુવર્ણ છે અને ઉત્તરગોણો એ રત્નો છે. ઉત્તરગુણો વિના મૂળ ગુણો શોભતા નથી. માણસ ગમે તેવો રૂપાળો હોય પણ વસ્ત્ર વિના શોભતો નથી. વસ્ત્ર વિના એને છુપાઈને જ રહેવું પડે. ઘણા કહે છે કે-“જરા આમતેમ બોલાય, થોડું ઓછુંવતું બોલાય તેમાં બીજાં મહાવ્રતને શી હાનિ ?” શાસ્ત્ર કહે છે કે એ ન નભે. હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીસંગ, પરિગ્રહ આ પાંચેય ન કરવાં, ન કરાવવાં ન અનુમોદવાં; તેનાં મન, વચન, કાયાના યોગે; એ રીતે નવકોટિ પચ્ચકખાણ કર્યા છે. નવકોટી પચ્ચખાણ કર્યા પછી ગમે તેમ બોલવાનું કહે એ ચાલે ? મુનિપણાના