________________
117 –– ૩૯ સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? – 79 – ૫૮૭ , સામાન્ય હોય જ્યારે મેરૂ તો સુવર્ણનો છે, તેથી એનાં શિખરો પણ કાત્તિમાન અને દીપ્તિમાન હોય છે. જ્યાં દેવો અને વિદ્યાધરો ક્રિડા કરવા આવે, એ જગ્યા અને એનાં શિખરો અનુપમ હોય તેમાં નવાઈ નથી. શ્રી સંઘમેરૂમાં હવે કૂટો ઘટાવવાનાં છે.
આ શાસ્ત્રકારો જેવા ઉપકારી ક્યાંય મળવાના નથી. તેઓ આપણા ભલા માટે બધું કહી ગયા છે. આપણે શું ખાવું, શું પીવું, એનો વિચાર પણ એમણે કર્યો છે. જો કે એમની ઇચ્છા તો બધાને અણાહારી બનાવવાની છે પણ જો જાણતા હતા કે બધા એમ એકદમ અણાહારી બની જાય તેવા નથી. એટલે ભક્ષ્ય, અભક્ષ્ય વગેરે સમજાવીને એવી સ્થિતિ કરી કે જેના પરિણામે આત્માઓ અણાહારી બને. આ ભક્ષ્ય છે અને આ અભક્ષ્ય, કારણ કે એમાં જીવોત્પત્તિ થાય, વગેરે બધું આ ઉપકારીઓએ બહુ ઝીણવટથી બતાવ્યું છે.
જીવોનાં ઉત્પત્તિસ્થાન, નાશની સ્થિતિ વગેરેનું જેવું વર્ણન અહીં છે તે બીજે જોવા નહિ મળે. બીજે તો કોઈએ આત્મા એકાંત નિત્ય કહ્યો તો કોઈએ એકાંત અનિત્ય કહ્યો, કોઈએ એક કહ્યો તો કોઈએ અનેક કહ્યો, કોઈએ વળી એકાંત નિર્મળ કહ્યો પણ પછી આગળ કાંઈ નહિ. એકેંદ્રિય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, સ્થાવર, ત્રસ, સંજ્ઞી અસંજ્ઞી, સંમૂચ્છિમ, ગર્ભજ, પર્યાપ્તા, અપર્યાપ્તા, આ બધી ઝીણવટભરી વાતો આ શાસ્ત્રકારોએ બતાવી છે. જીવો કેટલા પ્રકારના, કયા જીવ ક્યાં અને ક્યારે ઉત્પન્ન થાય, એ બધી વાતો બીજે જઈને પૂછો તો માથું ખંજવાળશે. વસ્તુનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ણન તો આ ઉપકારીઓએ કર્યું છે. એ બધું સ્વરૂપ જામે તે વાસ્તવિક દયા પાળી શકે.
તત્ત્વજ્ઞાન થાય ત્યારે આત્માને વસ્તુની ઓળખ થાય; એ થાય પછી તથાવિધ એનો અમલ થાય; પરિપૂર્ણ અમલના યોગે આત્મા વિશુદ્ધ બને; આત્મવિશુદ્ધિ યોગેય કર્મમળનો વિગમ થાય; સંપૂર્ણ કર્મમળનો નિગમ થાય ત્યારે મુક્તિપદ મળે. માટે મુક્તિસુખના અર્થીએ આ બધું જાણવું પડશે અને જાણીને આચરવું પડશે. મુક્તિ તરફ એકલી આંગળી ચીંધે નહિ ચાલે; પરંતુ એના સાધક-બાધક તમામ તત્ત્વો જાણીને, બાધક ખસેડી સાધક સાધવાં પડશે ત્યારે સાધ્ય સિદ્ધ થશે. જૈનશાસનની આ ખૂબી છે; બીજે એક વાત પૂરી નહિ મળે. -
જગત કેટલું ? તો બ્રહ્માંડનો ગોળો, એમ બીજે કહી દીધું; પણ તેના પ્રમાણ વિષે બીજી કાંઈ વિગત ન જણાવી. કેટલું લાંબુ, કેટલું પહોળું, કેટલું ઊંડું વગેરે પૂછવા માંડો તો ત્રીજા પ્રશ્ન મૂંગા થવું જ પડે. જ્યારે અહીં તો ગમે તેટલા પ્રશ્નો