________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પુછાય તો પણ એક પછી એક તેના મસર ઉત્તરો મળ્યે જ જાય. જમીન કેટલી, પાણી કેટલું, નદી-નાળાં-દ્વીપ-સમુદ્ર-સરોવ૨-દ્રહો કેટલા, લાંબાપહોળા-ઊંડા કેટલા, એની પરિધિ કેટલી, એનું ઘનમૂળ, એનું વર્ગમૂળ વગેરે બધું આ દર્શને કહ્યું. ગણિતના પ્રોફેસર પાસે ગમે તેવા મોટા સરવાળા બાદબાકી મૂકો પણ તરતમાં એ એની ભૂલ પકડી આપે; કારણ કે વસ્તુ એની નજરે તરે છે. તમારો ત્યાં પત્તો પણ ન લાગે. એ જ રીતે સર્વજ્ઞ આ બધું જ્ઞાનચક્ષુથી જુએ છે. બીજા તો દેખાય તે જ કહે. તેમાં આગળનું કહે તો પાછળનું રહે અને પાછળનું કહેવા જાય તો આગળનું રહી જાય. અહીં આગળપાછળ, ઉપર-નીચે, આજુબાજુ, એ તમામ સ્થાને જે હોય તે કહે.
૫૮૮
1158
સર્વજ્ઞતાની પરીક્ષા અજબ છે. એના ગણિતમાં ફેર ન પડે.. એકએક વસ્તુનાં પ્રમાણ મસર નિરૂપણ કરે. જૈનશાસનની ભૂગોળ સમજાવનાર બરાબર સમજાવે તો એ સમજાવવામાં વર્ષો વહી જાય. દુનિયાની વર્તમાનની ભૂગોળ કેવી ? પૃથ્વી કેવી ? તો કહે ગોળ દડા જેવી; કારણ એક જગ્યાએથી નીકળ્યા ને ચાલ્યા જઈએ તો મહિનાઓ પછી ફરી ફરીને પાછાં ત્યાં આવીએ. આટલું કહી દે ત્યાં વાત અટકે. વડોદરામાં ભુલભુલામણીનો બાગ છે. એ બહુ તો પા માઈલના વિસ્તારમાં હશે. પણ એમાં ભૂલો પડેલો કલાકો સુધી બહાર નીકળવા મથે પણ ફરી ફરીને પાછો ત્યાંનો ત્યાં જ આવે. અમુક જગ્યા એવી હોય કે જ્યાંથી જુદું ફંટાવાનું હોય પણ એ એના ખ્યાલમાં આવે જ નહિ ત્યાં સુધી આંટા માર્યા જ કરે. એ ખ્યાલમાં આવે કે તરત બહાર આવે. અગર બૂમો મારે ને કોઈ હોશિયાર આવીને બહોંર કાઢે તો બહાર આવે. .
આજની દુનિયાના વર્ણનમાં પણ આ વાત ઘટે છે. અમુક સ્થાનેથી અલગ પડતાં બીજે જવાતું હોય પણ એ દેખાય જ નહિ ત્યાં શું થાય ? ફરી ફરીને અહીં આવે અને પછી એ જ રીતે માને. એનો ઉપાય નથી. ડાહ્યા શિક્ષકો ભણાવે છે ખરા પણ કહી દે છે કે ભાઈ ! એ લોકો આમ કહે છે. ભણાવે છે ખરા પણ કહી દે છે કે ભાઈ ! એ લોકો આમ કહે છે. સંશોધકો પણ કહે છે કે આટલો મેળ મળે છે; આટલું દેખાયું છે; એમાં ભૂલ પણ હોય; કાંઈક રહી પણ જતું હોય; એટલે એ ડાહ્યા છે; કોઈ વાત આખરી છે એમ કહેતા નથી.
પાણીના એક બિંદુમાં છત્રીસ હજાર વો સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈને મનાવનારે મનાવ્યા. અને હવે કેટલાક જૈનો પણ માને છે. અને કહે છે કે ‘ભગવાન પાણીમાં જીવ કહેતા હતા તે સાચું. વૈજ્ઞાનિકો નજરે બતાવે છે.’ . .’ સાધુ પણ કેટલાક એમ જ બોલવા લાગ્યા છે. વારુ ! એ નજરે જોઈને માને છે તે