________________
958
૩૮૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલો આત્મા સંસારમાં ન ૨મે, કેમકે, જેમ આંખનો રોગ જેનો નાશ થયો હોય તે માનવી વસ્તુને પ્રત્યક્ષ જોઈ શકે છે, તેમ જેનો મિથ્યાત્વરૂપી રોગ નાશ પામ્યો છે તે આત્મા સંસારના સ્વરૂપને તે જેવું છે તેવું બરાબર જોઈ શકે છે અને એ રીતે સંસારના યથાર્થ સ્વરૂપને જોયા પછી તેને સંસારમાં ૨મવાનું મન થતું નથી. જેને સંસારમાં રમવું રૂચે છે તે આત્મા સંસારના સ્વરૂપને સમજ્યો જ નથી. આ રીતે સંસારનું સ્વરૂપ જેને સમજાય તે આત્માને તરત જ સંવેગની પ્રાપ્તિ થાય-સંવેગ પ્રાપ્ત થવાથી, એ આત્મા બહિરાત્મા મટી અંતરાત્મા બને છે.
આ રીતે અંતરાત્મા બનેલો જીવ વિચારે છે કે
“આ સંસાર ભયંકર છે, પ્રાણીમાત્રને ક્લેશ આપનારો છે, કેમકે, એ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક વગેરે અનેક ઉપદ્રવોથી ભરેલો છે. એ બધા ઉપદ્રવો મોક્ષમાં નથી. જે ભવ્યાત્મા પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે તે મોક્ષ મેળવે. સંસારના હેતુ હિંસાદિ છે અને મોક્ષના હેતુ અહિંસાદિ છે. સુખપ્રાપ્તિની ઇચ્છાવાળાએ સંસાર તજવો જોઈએ, મોક્ષ તરફ દૃષ્ટિ રાખવી જોઈએ અને તે માટે અહિંસાદિનું સેવન કરવું જોઈએ. એ જ રીતે જેને દુઃખ ન જોઈએ તેણે પણ સંસારને દૂર કરવો જોઈએ અને હિંસાદિથી બચવું જોઈએ.”
આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા આગળ ફ૨માવે છે કે
“જે આત્મા સંસારને નિર્ગુણ માને, મોક્ષને ગુણરૂપ માને તે વિશુદ્ધ બનેલો આત્મા આગમની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે.”
સમ્યગ્દષ્ટિ આત્મા એકલી મોક્ષ માટેની જ કરણી કરે એ અસંભવિત છે. સર્વવિરતિધર સિવાય એકલી જ મોક્ષની કરણી બીજાથી થઈ શકતી નથી. માટે જ સંયમીની કાયા એ ધર્મકાયા કહેવાય છે. એવી ધર્મકાયાની પુષ્ટિ તથા રક્ષા એ ધર્મ છે, કારણ કે એનાથી એકાંતે મુક્તિની જ સાધના થાય છે. એટલે, સાધુના દેહને સાચવવાની બધી ક્રિયા એ ધર્મરૂપ છે, આશ્રવરૂપ નથી. દેશવિરતિ તથા સમ્યગ્દષ્ટિની કાયા એકાંતે મુક્તિની જ સાધનામાં વપરાય છે એવું નથી. સમ્યગ્દષ્ટિને બીજી એવી ઘણી કરણી ક૨વી પડે છે કે જેને મુક્તિની કરણી કહેવાય નહિ. એની ઇચ્છા ભલે એક માત્ર મુક્તિની કરણી જ ક૨વાની હોય તે છતાં તેને કર્મના ઉદયથી અર્થ કામની કરણી પણ ક૨વી પડે માટે કરે, પણ હૃદયપૂર્વક ન કરે.
દૃષ્ટાંત તરીકે-સુપાત્રદાન, અનુકંપા વગેરે એ પ્રેમથી કરે પણ પોતાના પરિવારનું પાલન કરવું પડે માટે કરે. પોતાના બાળકને એ દૂધનો પ્યાલો પ્રેમથી