SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ 1117 – – ૩૯ઃ સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ - 76 - ૫૪૭ પહોંચ્યા, એ બધું મૂર્તિનાં દર્શનથી જ તાજું થાય છે. ગૃહસ્થને ચોવીસે કલાક વિચારો કયાં આવે ? આલંબન વગર જિવાય ? જો આલંબન વગર જિવાય તો ઘર, બજાર, દુકાન બધું શા માટે ? મારું મારું શા માટે ? બધાં ઘર પોતાના માની, જ્યાં ત્યાં પેસવા જાઓ તો ? રહેવા કોટડી વિના ન ચાલે, વેપારમાં ચોપડા વિના ન ચાલે, માત્ર ધર્મમાં જ આલંબન ખટકે, એ શું ? દશ ગ્રાહકની વાત યાદ નથી રહેતી ને તેથી રોજમેળ, ખાતાવહી, આવક, વ્યાજવહી, જમા નોંધ, ઉધાર નોંધ બેઠો મેળ, રોકડ મેળ આ બધું જોઈએ. પાંચસો હજારના વેપારમાં પણ આલંબન જોઈએ અને આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોને ખીલવવાની ક્રિયામાં આલંબન નહિ ? અધ્યાત્મના નામે અંધાત્મ ન ચલાવો. અંધારે અથડાશો તો માંગુ ફૂટશે, લોહી નીકળશે અને જોનારા ગમાર કહેશે. સાક્ષાત્ તીર્થંકર પાસે છતાં ગૌતમસ્વામી અષ્ટાપદે કેમ ગયા ? સભાઃ “માનસિક પૂજાથી લાભ ન મળે ?'' માનસિક ભોજન કરી સંતોષ માનો તો ? પેટપૂજામાં માનસિક રોટલીથી ચલાવી લો ને ? ચૂલો સળગાવવા વગેરેની માથાફોડ શી ? ત્યાં માનસિક નહિ અને પ્રભુપૂજામાં માનસિકની વાતો કરવી એમાં છેતરપિંડી નથી ? સભાઃ “નામસ્મરણથી ભક્તિ ન થાય ? રોટલીના નામસ્મરણથી પેટ ભરાય ? સાક્ષાત્ પ્રભુ આવે તોય શા માટે જાય ? કહી દે કે નામ સ્મરું છું, એવી રીતે માત્ર નામસ્મરણવાળા તો એમને ઓળખે પણ નહિ. ગરીબના છોકરા પેંડાનું સ્મરણ કરે પછી કઈ પેંડો આપે તો મોઢામાં ન મૂકે? મૂર્ખ છોકરાને પેંડાની આકૃતિ પણ સમજાવવી પડે. તમને પણ એકડાની અને કક્કાની આકૃતિ જણાવવી પડી હતી. ક-ખ-ગ-૧ એમ બધા અક્ષરો મોઢે જ બોલાવ્યા હોત અને આકૃતિઓ ઓળખાવી ન હોત કે આને “ક” કહેવાય, તો પુસ્તક વાંચી શકત ? નહિ જ. આકૃતિથી વસ્તુનો ખ્યાલ આવે છે. સાક્ષાત્ જિનેશ્વરદેવ તો અમુક કાળ જ રહે. ઋષભદેવ ભગવાન ચોરાશી લાખ પૂર્વ રહ્યા પણ તેમનું શાસન ક્યાં સુધી રહ્યું ? પચાસ લાખ ક્રોડ સાગરોપમ સુધી એમનું શાસન રહ્યું તે શાના આધારે રહ્યું ? અસંખ્યાતા આત્માઓ મુક્તિમાં શાના આધારે ગયા ? ભગવાનની સાથે વિચરતા તે પણ આકૃતિને સાચવતા હતા. સાક્ષાત્ મહાવીરદેવ પાસે છતાં ગૌતમસ્વામી મહારાજ અષ્ટપદે કેમ ગયાં ? કોને વાંદવા ગયા ? ભગવાનની આકૃતિને જ ને ? તમારું અહીં જ કલ્યાણ' એમ ઋષભદેવ સ્વામીએ ગણધર પુંડરિક
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy