________________
૫૪૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સ્વામીને કહ્યું અને એમને ત્યાં જ મૂકીને ગયા પણ તમારા વિના નહિ રહું ‘એમ પુંડરિક સ્વામીએ ન કહ્યું. એ રીતે સાક્ષાત્ને મૂકીને રહ્યાને ? તેનો હેતુ શો ?
1118
હજી તો સાક્ષાત્-અસાક્ષાત્નો પણ ખ્યાલ નથી. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ચાર નિક્ષેપો છે. એમાંના એકને પણ ન માને તે મિથ્યાદૃષ્ટિ છે, એકલા ભાવને માને અને નામ, સ્થાપના, દ્રવ્યને ન માને તે પણ મિથ્યાદૃષ્ટિ છે. એકલા ભાવને માનવાનું કહે અને બાકીના ત્રણને માનવાની ના પાડે એ આત્મા ભાવની સાથે બેઠા છતાં પણ અકલ્યાણ સાધે. વસ્તુને વસ્તુ તરીકે માન્યા સિવાય કલ્યાણ ન થાય. જેનાથી મૂળ વસ્તુનું ભાન થાય તેની સેવા તો ખાસ કરવી જોઈએ.
અમે ‘ક' ‘ખ' કયા બાળકને ભણાવીએ ?
સ્વર અને વ્યંજનથી દ્વાદશાંગી રચાણી માટે કહ્યું કે સ્વર તથા વ્યંજનની પણ આશાતના ન થાય. અક્ષર ભૂંસીએ તોયે જ્ઞાનાવરણીય કર્મ બંધાય. ‘ક’ પર પગ ન મુકાય કેમ કે, દ્વાદશાંગી એનાથી બની છે.
સભા મિથ્યાશ્રુત માટે પણ એમ કેમ ?’
આપણને ‘ક’ ‘ખ’નો વિરોધ નથી પણ એના દુરુપયોગનો વિરોધ છે. એ દ્વારા થતા દુનિયાને નુકસાન સામે વિરોધ છે. એ નુકસાન કરનાર વસ્તુ સામે વિરોધ છે. દુનિયાના અનેક આત્માના નાશના બચાવની ત્યાં ભાવના છે.
સભા ‘મિથ્યાશ્રુતને પાણીમાં નખાય ?’.
જેવો સમય તેવું થાય. કયા શિક્ષણનો વિરોધ ? ‘ક' ‘ખ’નો નહિ પણ અયોગ્ય પરિણામ લાવે તે શિક્ષણનો વિરોધ છે.‘ક’ ‘ખ’ તો જેમ તમે ભણ્યા તેમ અમે પણ ભણ્યા. તદ્દન અભણ બાળક તમે અમને સોંપી જાઓ તો અમે પણ એને કક્કો ભણાવીએ, કેમકે હવે એના હાથે એનો સદુપયોગ થવાનો નિશ્ચિત છે. પણ જો તમે એને પાછો લઈ જવાના હો તો ન ભણાવીએ કેમકે ફક્કા દ્વારા થનાર સુંદર ઉપયોગની નિશ્ચિતતા ત્યાં નષ્ટ થાય છે. આલંબન ક્યાં ન જોઈએ ? જ્યારે આલંબનહીન થવાય ત્યારે ન જોઈએ. જે મહર્ષિઓને શરીરની પણ પરવા નથી તેમને આલંબન ન જોઈએ. શરીરને ટકાવવા અનાજ, પાણી, નિદ્રા વગેરે બધાં આલંબનો સ્વીકારનાર, તા૨કની ભક્તિ માટે આલંબન (મૂર્તિ, પૂજા, ક્રિયા આદિ) ન સ્વીકારે ? માનસિક શુદ્ધિ વિના દ્રવ્યપૂજા બરાબર ફળતી નથી એ વાત જેમ ખરી છે તેમ દ્રવ્યપૂજા વિના માનસિક શુદ્ધિ આવતી નથી એ વાત પણ એટલી જ ખરી છે. મીઠાઈનો સ્વાદ જાણવા માટે એનો અનુભવ કરવો જ પડે. વસ્તુના સાચા ખ્યાલ માટે અનુભવ જરૂરી છે.