________________
૨૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
802 નહિ વરસે અને કદી પાણી વરસશે તો એવું વરસશે કે બધું સાફ કરી નાંખશે. અત્યારે અમુક અંશે સુખ છે, તે ધર્મનો પ્રભાવ છે. અમુક દેશમાં આજે પણ વારંવાર ભૂકંપ થાય છે અને જ્વાળામૂખી ફાટે છે. આગ એવી લાગે કે માઈલો સુધી બધું ભસ્મ થઈ જાય. હિંદમાં આ નથી. અહીં ભૂકંપ ક્વચિત જ થાય છે. આનું કારણ ધર્મનો પ્રભાવ છે. ઇતર દેશના માણસો વધુ બુદ્ધિશાળી મનાય છે, સાધનો ત્યાં વધારે છે છતાં આવા અકસ્માતો ત્યાં વધારે છે અને અહીં સાધનો થોડાં છતાં અકસ્માતો થોડા, એનું કારણ ધર્મનો પ્રભાવ છે. -
અત્યારે સૂર્યોદય પછી બહાર કામે નીકળાય છે. જ્યારે છઠ્ઠા આરામાં તો સૂર્ય ઊગે એટલે ગુફામાં જ પેસી જવાનું અને ત્યાં પણ તરફડવાનું. ક્યારે સૂર્યાસ્ત થાય એની જ રાહ જોવાની. સૂર્યાસ્ત થયા પછી અમુક કલાકો પછી જ્યારે ભૂમિ જરા ઠંડી થાય ત્યારે એ બહાર નીકળે અને જે મળે તે ખાય. આજે પણ જેમનાં ઘરોમાંથી, જેમના હૈયામાંથી ધર્મ ગયો છે, તેમના હૈયામાં સગડી સળગે છે. ભલે લાલ મોઢાં રાખી ફરે પણ ત્યાં સુખનું સ્વપ્ન પણ નથી. હું જ્ઞાની નથી કે બધું વિવરણ કરું પણ નિકટના પરિચયમાં રહેનારાને એ સ્પષ્ટ માલૂમ પડી જાય છે.
કેટલાક તો એવા પણ ધર્મવિરોધીઓ છે કે જે ચોવીસે કલાક એક જ ચિંતા કરે છે કે ક્યારે આ બધા ધર્મના ઢીંગલા ઠેકાણે પડી જાય ! ધર્મના નામે લોકોનું સત્યાનાશ કાઢનારા ક્યારે જાય !” એ લોકોને દુનિયામાં સેંકડો પાપ કરનારા બદમાશો, ચોરો, અનાચારીઓ, ઉઠાવગીરો નજરે ચઢતા નથી પરંતુ પાંચ-પચાસ સાધુ તથા થોડા ધર્મીઓ તરફ તેમની દૃષ્ટિ જાય છે. અને એના નાશ માટે ચોવીસે કલાક ચિંતા સેવે છે; બનતા ઉપાયો કરે છે. એમના કહેવા મુજબ કલ્પના ખાતર માનો કે ભગવાનની મૂર્તિઓ નકામી, સાધુઓ પેટભરા, ધર્મીઓ એદી અને આળસુ પણ આ દુનિયામાં કરપીણ કાર્યો કરનારા બીજા કેટલા છે ? એમને અને આમને સામસામે પલ્લામાં ગોઠવો તો ખબર પડે કે ઘોર પાપી અને દુનિયાનું સત્યાનાશ કાઢનારા કોણ છે ! સાચી દયા આવે છે ?
જો દુનિયાની દયા આવતી હોય તો આવાઓની પાપ કાર્યવાહી અટકાવો ને ! પણ ત્યાં તો કહે છે કે-“એના વિના ન ચાલે. કાયદાના નામે કતલ ચલાવનારાની પણ જરૂર છે.' આજે કાયદાના નામે કેવું ચાલી રહ્યું છે ? એક માણસ કાયદાબાજની, ડૉક્ટરની કે વેપારીની ચુંગાલમાં ફસાયો કે મૂઓ ગામડામાં જુઓ ! કોઈ ગરીબ માણસે કરજ કર્યું કે ચક્રવર્તી વ્યાજના ચક્કરમાં ફસાયો. પછી એનો છુટકારો જ ન થાય. જીવે ત્યાં સુધી ભરે તોય લેણું કાયમનું