________________
~ ૧૭ : સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ ઃ - 57 — ૨૩૩
કાયમ. કોઈ વરસ વરસાદ ન પડે તો જપ્તી પણ લાવે. આવા વેપારી આજે કેટલા ? પચાસનો પગાર લઈ સો ખાઈ જનારા નોકરો કેટલા ? આઠ કલાકનો પગાર લઈ ચાર કલાક પણ પૂરું કામ નહીં કરનારા કેટલા ? નોકરના શરીરને જાળવનારા શેઠ કેટલા ? પથારીએ પડેલા ગરીબ દરદી પાસે પણ પોતાનું બીલ વસૂલ કરનારા ડૉક્ટરો કેટલા ? ઘરના કહે કે ‘કમાનારો આ હતો.' તોયે ડૉક્ટ૨ ન સાંભળે. કોઈ એવો નીકળ્યો કે ઉપરથી સહાય કરે ! અપવાદ કોઈ હોય એની ના નથી. આવા અનીતિ, અન્યાય દૂર કરવા આ ભણેલાઓએ કેટલી મહેનત કરી ?
803
એમને તો ભગવાનનાં મંદિર, મૂર્તિ, આગમ, દીક્ષા, દાન, સાધર્મિક વાત્સલ્ય, ઉપધાન, ઉજમણાં, એ બધું ખટકે છે. એને એ બેકારીનાં કારણો માને છે. પણ આ બધા તો ઉન્નતિના ઉપાયો છે. ચોંવીશે કલાક અનીતિ આદિમાં મશગૂલ રહેવું એ જ બેકારીનો રસ્તો છે. આ આર્યદેશ આજે અનાર્ય બની રહ્યો છે એવી શંકા ઊપજે છે. શાસ્ત્ર કહે છે કે આર્યદેશ પણ કાળબળે તેવા સંસર્ગથી અનાર્ય પણ થાય અને અનાર્ય આર્ય પણ થાય. કાઢવા જેવી વાતોને કાઢવાનું સ્વપ્નમાં પણ નથી સૂઝતું અને આત્માની પોષક વાતોને કાઢવા તૈયાર થાય છે એ ઓછા દુઃખની વાત નથી.
સંખ્યા વધારવા ગમે તેને પ્રવેશ ન અપાય ઃ
એ લોકો‘જૈનોની સંખ્યા વધા૨વી જોઈએ' એવી બૂમો પાડે છે. હું કહું છું કે ટોળામાં રાજી થવાનું નથી. શંભુમેળો ભેગો કરવાથી લાભ શો છે ? સંખ્યા વધા૨વા ગમે તેને ભેગા ન કરાય. સંખ્યા વધારવા તોફાનીઓને ભેગા કરશું તો એ જ આપણને મારી પાડશે. ઘરમાં ચાર માણસો હોય તેના બાર કરવા બહારના આઠને થોડા અંદર આવવા દેવાય ? ડાહ્યા તો સલાહ આપે કે ચારને માર ખાઈને બહાર નીકળવું હોય તો આઠને અંદર આવવા દેવાય. આઠ તો સમજે છે કે અંદર ઘૂસી સત્તા જમાવીશું તો ચારને કાઢતાં શી વાર ?
કહ્યું છે કે-પર: પ્રવિષ્ટઃ તે વિનાશમ્ ।
પારકો પેસે એટલે નાશ જ સમજ્યો.
શ્વેતાંબર મૂર્તિપૂજક ચાર લાખને બદલે એક લાખ, અરે ! પચાસ હજાર પણ હોય તો હરકત નહિ. પણ એની પાસે આ શરત જોઈએ કે-ભવોથ્થો ન રમતે । ભવોધિમાં ૨મે નહિ. આવી શરત કબૂલે એવાને વધારો. પણ કહે કે ‘એ નથી ગમતું’તો એવાને દૂર રાખો. પેલા પચાસ હજાર તો એક દાયકામાં પાંચ લાખ પેદા ક૨શે. ભવોદધિમાં ન ૨મે એવા જોઈએ. આવા બધા થાય તો યુગ પલટાય.