________________
૨૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કંગાળોના હાથમાં સત્તા આવશે ત્યારે
...:
આનાથી વિરુદ્ધ વર્તાવ થાય તો ફાયદો નથી. અંગ્રેજોનું રાજ્ય છે, તે આપણે આજે આ બોલી શકીએ છીએ. મંદિરોમાં ઘંટ વગાડી શકીએ છીએ; ધજા ચઢાવી શકીએ છીએ. જે દિવસે આવા કંગાળોના હાથમાં સત્તા આવશે
804
ત્યારે પહેલી ત્રાપ મંદિરો પર પડશે. એ કહેશે કે મંદિરો બંધ કરો, કારખાનાં ખોલો. એવો સમય આવી રહ્યો છે. એવો પણ સમય આવશે કે જ્યારે ધર્મ ઘ૨માં જ થઈ શકશે. ત્યાગના ઉપદેશ જાહેરમાં અપાય છે, તે નહિ આપી શકાય. આપનારને ચાલ્યા જવાનું કહેશે. સ્વતંત્રતાની વાતો કરનારા, બીજાની સ્વતંત્રતા નહિ સ્વીકારે. કહેશે કે - ‘અમે કહીએ એમ જ કરવું પડશે..’ એ લોકો કહે છે કે-‘ત્યાગના રાગડા નથી જોઈતા.’ એમને પૂછો કે તો શેના જોઈએ છે ? કાણ મોકાણના ? આગળ વધીને કહે છે કે-આગમની વાયડી વાતો નથી. જોઈતી; દીક્ષાની ઘેલી વાતો બંધ કરો; પંચાંગીની જરૂર નથી; અમારે લકીરના ફકીર નથી બનવું.’
વાત ખરી છે કે તમે એ માટે જન્મ્યા જ નથી. લકીરના ફકીર તો તે થાય કે જેનો પૂર્ણ પુણ્યોદય હોય; જેનો આત્મા સદ્ગતિમાં જવાનો હોય. પુણ્યહીન અને દુર્ગતિગામી આત્માઓને આ બધું ન રૂચે. દીક્ષામાં એમને ગાંડપણ લાગે, પંચાંગી એમને વાહિયાત લાગે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. આખી દુનિયા કદી દીક્ષાની વાતને ગાંડી કહે, પંચાંગીને વાહિયાત કહે તોયે શ્રદ્ધાળુ તો કહે કે-એ ઘેલછા એમને મુબા૨ક હો ! પણ અમે તો નાશક અને સંહા૨ક એવા તમારા શરણે આવવા તૈયાર નથી.
માટે વસ્તુને વસ્તુસ્વરૂપે સમજો.
સમ્યગ્દર્શનની રૂઢતા માટે ‘મોઘો ન રમત્તે' એ શરતની વાત કરી. હવે આગળ શું જોઈએ, તે કહે છે.
#
મ
૧. આજથી છપ્પન વર્ષ પૂર્વે ઉચ્ચારેલી આ વાણી આજે અક્ષરશઃ અનુભવમાં આવી રહી છે.