________________
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત – 70
૪૪૭
મહારાજાને સંસારની અસારતાનું જ્ઞાન હતું પણ ત્યાગ કરી શકતા ન હતા. કૃષ્ણ મહારાજાને ખ્યાલ હતો પણ મોહના યોગે શક્તિ ન હતી. તમને અમને માનો કે ખ્યાલ નથી એમ કહીએ પણ એમના માટે એમ કહેવાશે ? શ્રેણિક તથા કૃષ્ણ મહારાજાને અજ્ઞાની કહેવાય ? જ્ઞાનીને પણ મૂંઝવણ થાય પણ એ વિચાર કયો કરે ? અહીં વિચારભેદની વાત છે. ઉપવાસ કરવાની હેરાનગતિ થઈ એમ માને તો સમ્યક્ત્વ જાય.
1017
એક ઉપવાસ કરવો હોય તેમાં અંત૨પારણે દાબીને ખાય, એટલે ઉપવાસના દિવસે ઝાડા થાય, પછી પારણે જે તે ખાય એટલે અજીર્ણ થાય અને પછી દોષનો ટોપલો ઉપવાસના માથે ઓઢાડે; આ યોગ્ય છે ? કહેવું પડે કે ત્યાં સમ્યગ્ આલોચનાનો અભાવ છે.
પૂ. આ. ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શરત મૂકે છે કેસમ્યગ્દષ્ટિને સંસાર ન ગમે. જે સમ્યગ્ આલોચના કરે તે વાસ્તવિક વિચાર કરી શકે એને શ્રી જિનેશ્વરદેવનું અનુષ્ઠાન દુષ્કર ન લાગે પણ સંસારની સાધના દુષ્કર લાગે. સમ્યગ્દષ્ટિ સંસારમાં રહ્યા છે અને રહે છે. એમ માનીને રહે પણ રહેવા માટે ન રહે. ઘણી વખત મોટો વેપારી છ મહિનામાં બધું સમેટવા ધારે પણ છ વર્ષેય સમેટી શકે નહિ. પથારો એવો થઈ ગયો છે કે એક સમેટે ત્યાં બીજી ચાર જગ્યાએ ગુંચાય. ઇચ્છા છતાં સ્થિતિ એવી કે પત્તો જ ન લાગે.
પૂ. આ. ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના આપણે જોઈ આવ્યા તે શ્લોકો બરાબર યાદ રાખવા જેવા છે.
એ પરથી તમને સમ્યગ્દર્શન તથા સમ્યગ્દષ્ટિની પીછાન થશે. આજે ઢોંગી સમ્યગ્દષ્ટિ ઘણા ફરે છે. એ કહે છે કે-ગમે તેમ ખાઈએ, ગમે તેમ પીએ, ગમે તેમ બોલીએ, ચાલીએ અને ગમે તેમ વર્તીએ એમાં સમ્યક્ત્વને બાધ ક્યાં આવે છે ?' સમ્યગ્દષ્ટિ આવું બોલે ? સમ્યક્ ચારિત્રની ભાવના વિના સમ્યગ્દર્શન હોતું નથી. સમ્યક્ ચારિત્ર લેવા જેવું ન લાગે એનામાં સમ્યગ્દર્શન શી રીતે હોય ?
સભા
‘ગુનેગારને બચાવનો હક્ક નહિ ?”
જરા પણ નહિ. આરોપીને ખરો. આરોપી તે કે જેના પરનો આરોપ વખતે ખોટો પણ હોય. ગુનો સાબિત થયા પછી બચાવ શાનો ? કુટુંબના પાલન માટે અનીતિ કે પાપ કર્યું - એમ કહેવાથી કર્મસત્તા છોડી દેશે ? લાલસા મટતી ન હતી અને તેથી દુર્ધ્યાન ન થાય માટે કંદમૂળ ખાધું એમ કહેવાથી કર્મ છોડશે ? જો એવા