________________
૪૪૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સમ્યગ્દષ્ટિ એ મૂંઝવણનું કારણ ઉપવાસ ન માને. એ વિચારે કે-‘અરે ! હું કેવો કમનશીબ છું ? ખાવાની આ કેવી કુટેવ પડી છે ? ધન્ય છે તે તપસ્વીઓને, કે જેઓ અનેક ઉપવાસ મજેથી કરી શકે છે.’ એ એવું ન વિચારે કે–‘આ ઉપવાસ ન કર્યો હોત તો ઠીક થાત. શાંતિથી પ્રતિક્રમણ થાત. હવે ફરી આવું સાહસ ન કરવું.’સમ્યગ્દષ્ટિ તો આવા સમયે નિર્ણય કરે કે-‘અનંત શક્તિના ધણી એવા આત્માએ ગમે તે ભોગે ખાવાની લતમાંથી છૂટવું જ. જોઈએ. ઋષભદેવ ભગવાને તેર મહિનાથી વધુ ઉપવાસ કર્યા, મહાવીર પ્રભુએ છ મહિનાના ઉપવાસ કર્યા અને હું પામર એક દિવસ પણ નથી રહી શકતો ? ક્યારે આ ખાવાની ગુલામી છૂટે ?' કહ્યું છે કે
1016
उपादेयविशेषस्य न यत् सम्यक्प्रसाधनम् । दुनोति चोतोऽनुष्ठानं तद्भावप्रतिबन्धतः । । १६ ।। ततश्च दुष्करं तत्र सम्यगालोच्यते यदा । अतोऽन्यद् दुष्करं न्यायांद्धेयवस्तु प्रसाधकम् ।।१७।। શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્તબક ૯
અર્થ :-“મેળવવા યોગ્ય વસ્તુના અવ— કારણભૂત અનુષ્ઠાન તે વસ્તુ પ્રત્યેના રાગને કા૨ણે મનને ક્લેશ આપતું નથી.” “તેથી જો સભ્યપ્રકારે વિચારાય તો મુક્તિસાધક અનુષ્ઠાન દુષ્કર લાગતું નથી. પરંતુ મુક્તિમાં બાધક બને તેવી હેય, સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિમાં કારણભૂત અનુષ્ઠાન દુષ્કર લાગે છે.”
આનું નામ સમ્યગ્ આલોચના વિચારણા છે.
એટલે ‘ઉપવાસમાં ચિત્તની સ્થિરતા ટકતી નથી માટે વિચાર પલટાયો' એમ સમ્યગ્દષ્ટિ ઉપવાસ પર દોષ ન મૂકે પણ એ ખાવાની કુટેવ ૫૨ દોષ મૂકે. એ વિચારે કે-ઋષભદેવ ભગવાન ફાગણ વદ ૭થી બીજા વર્ષની વૈશાખ સુદ ૨ સુધી આહાર પાણી વિના રહ્યા, પણ મૂંઝાયા ? મહાવીર ભગવાન છ મહિના આહાર પાણી વિના રહ્યા પણ મૂંઝાયા ? જો ઉપવાસ એ મૂંઝવણનું કારણ હોય તો એ તારકો કેમ ન મૂંઝાયા ? માટે મૂંઝવણનું કારણ ઉપવાસ નથી પણ ખાવાની લત, લાલસા, કુટેવ છે. સમ્યગ્દષ્ટિ આ રીતે વિચારે. આનું નામ સમ્યક્ આલોચના છે.
સભા ‘લાલસા એ અજ્ઞાન નથી ?’
કુરગડુ મુનિને જ્ઞાન હતું પણ નવકારશી મહામુશ્કેલીએ કરતા. શ્રેણિક