________________
1915
- ૩૦ઃ સર્વત્ર ત્યાગની જ વાત - 70 - ૪૪૫ એટલે બચાવમાં કહેશે કે શિથિલતા'. તો પછી શ્રાવક પણ વાતવાતમાં શિથિલતા જ કહેશે. શ્રાવકને કહો કે “આ કેમ ખાય છે ? જૂઠું કેમ બોલે છે ? તો એ કહેશે કે-“મન થવાથી ખાઉં છું અને કમાણી દેખી માટે જૂઠું બોલું છું.” સાધુ કહેશે કે-“એમ કેમ થાય ?” તો શ્રાવક પણ કહેશે કે-“આપ કરો છો તેમ !” માટે સમજો કે સૌએ પોતાની મર્યાદા જાળવીને જ સઘળી પ્રવૃત્તિ કરવાની છે. | મુનિ, મુનિમાર્ગ ચૂકે, માર્ગ આઘો મૂકે અને પછી પારકાના ઉપકારની ભાવના જણાવે તેવાને આ શાસ્ત્રકારો દંભી અને પ્રપંચી કહે છે. એવા દંભીઓથી જૈન સમાજનો કદી ઉદ્ધાર થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. એવાથી પણ ઉપકાર થવાનું જેઓ કહી રહ્યા છે એમનું જ્ઞાન અવરાયું છે અને વસ્તુ સમજવાનો વિવેક રહ્યો નથી. જો માર્ગભ્રષ્ટોમાં ઉપકાર કરવાની શક્તિ હોત તો માર્ગની કિંમત, શી? માર્ગહીન આત્મા પણ સામા પર છાયા પાડી શકતા હોત તો માર્ગમાં મક્કમ રહેવાનું શ્રી જિનેશ્વરદેવોને કહેવાની જરૂર શી હતી ? માર્ગની રક્ષા વિના નથી સ્વનો ઉપકાર થતો કે નથી પરનો ઉપકાર થતો. જેને પરોપકાર કરવાની ભાવના હોય તેણે પોતાનો ઉપકાર ભૂલવો જોઈએ નહિ. જે આત્મા પોતાના ઉપકારને ભૂલે છે તે પારકાના ઉપકારને ભૂલે જ છે. (સભામાં હાજર રહેલા રેલવિહારી સાધુ આ વખતે ઊઠીને ચાલી ગયા હતા.)
સભા: “આ લબ્ધિ ન કહેવાય ?
ના, એ લબ્ધિ નથી. એ તો પાપપ્રવૃત્તિ છે. બાકી આ શાસ્ત્ર આખુંયે લબ્ધિસંપન્ન છે. પામરો એને પચાવી શકતા નથી. સમ્યગ્દષ્ટિ શું વિચારે ? - સમ્યગ્દષ્ટિ આત્માને મુક્તિની સાધના દુષ્કર નથી લાગતી પણ સહેલી લાગે છે. દુનિયાની સાધના અને મુશ્કેલ લાગે છે. હેયને મેળવવામાં અને જરૂર મુશ્કેલી લાગે છે. એને જેટલું સાધુપણું કે શ્રાવકપણું કઠિન ન લાગે તેટલી જગતના નાશવંત પદાર્થોની સાધના કઠિન લાગે. અંતરાયના ઉદયે, તીવ્ર દુષ્કર્મના યોગે સર્વવિરતિ કે દેશવિરતિ કદી એ ન પણ સાધી શકે પણ એને એમાં જેટલો આનંદ આવે તેટલો સંસારની પ્રવૃત્તિમાં ન જ આવે. સંસાર એને ભયંકર લાગે. મુક્તિની સાધના એનાથી ન થઈ શકે ત્યાં એને પોતાની પામરતા લાગે..
ઘણાથી ઉપવાસ નથી થતો એ બને. ઉપવાસ કર્યો હોય તો રાત્રે મૂંઝવણ થાય એ શક્ય છે કેમકે ઘણા કાળની ખાવાની કુટેવ છે પણ એ વખતે