________________
. 1014
૪૪૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ – સમ્યગ્દર્શન જાય, આગમને અનુસરવાની માન્યતા ખસી જાય, એનું જીવન આ શાસનમાં ટકી શકતું નથી. એ નહિ ટકવાના અનેકાનેક હેતુઓ છે તે આપણે ક્રમસર જોઈએ.
એક વસ્તુ સમ્યગ્દષ્ટિને સાધવી સહેલી અને એ જ વસ્તુની સાધના મિથ્યાષ્ટિને દુષ્કર એનું કારણ ? કારણ એ કે-મિથ્યાદૃષ્ટિને સંસાર ગુણમય ભાસે છે અને મુક્તિ નિર્ગુણ ભાસે છે. મુક્તિ હશે કે કેમ ? એ વાતમાં પણ એને મૂંઝવણ થાય છે. સંસારની પ્રતિપક્ષી મુક્તિ પણ છે એવું જેને ભાસે તેને તો સંસારની એક પણ કાર્યવાહી રસરૂપ લાગતી નથી. પરંતુ, જેને સંસાર સગુણ ભાસે અને મુક્તિની શંકા હોય તેને મૂંઝવણ જ થાય. પરિણામે મનોવૃત્તિ એ થાય કે “જ્યાં બેઠા છીએ તેને અનુકૂળ વસ્તુ ભોગવવી કેમ નંહિ ?' એવી મોટા ભાગની દશા છે. આર્ય અને અનાર્યઃ
આર્ય અને અનાર્યમાં ભેદ શો ? અનાર્ય તો કહે કે જે સમયે જે મળે તે ખાવું, પીવું અને ભોગવવું-એમાં કાંઈ વાંધો નથી. જે સમયે જે સામગ્રી મળે તેનો ઉપયોગ કરવામાં એને કાંઈ બાધ જણાતો નથી. જ્યારે આર્ય તો કહે કેભૂખે મરવું પડે તો ભલે પણ અભક્ષ્ય ન ખાવું, તરસ્યા રહેવું પડે તો ભલે પણ અપેય ન પીવું અને સામગ્રી ગમે તેટલી સારી હોય પણ હાનિકર હોય તો એનો સ્વીકાર ન થાય. આર્ય અને અનાર્યમાં આ ભેદ છે. આર્ય અને જૈનમાં એથીયે ભેદ પડશે. જૈનમાં પણ સમ્યગ્દષ્ટિ અને શ્રાવકમાં પણ ભેદ પડશે અને આગળ જતાં શ્રાવક અને સાધુમાં પણ ભેદ પડશે. આ બધા ભેદ ખરા ને ? શ્રાવક મુસાફરીએ નીકળ્યો, માર્ગમાં થાક્યો અને વાહન મળે તો એમાં બેસી જાય તો પણ પતિત નહિ કહેવાય; પણ સાધુ બેસે તો ? સ્વોપકાર અને પરોપકાર :
પારકા ઉપર ઉપકાર કરવાના બહાને વાહનોમાં બેસનારા બેસે છે અને દેશવિદેશમાં ઘૂમે છે પણ જેમાં પોતાનો ઉપકાર નથી ત્યાં પારકાનો ઉપકાર ક્યાંથી ? પૂર્વે સમર્થ મહાત્માઓ થયા, જેમનામાં ઉપકાર કરવાના સામર્થ્યની ઓછપ ન હતી, જેમની એક એક દેશનામાં તે શક્તિ હતી કે હજારો આત્માને સંસારથી વિરાગી બનાવી દેતા, હજારો આત્માને પાપસ્થાનકોથી ખસેડી મુક્તિના માર્ગે ચડાવી દેતા, એવા એ મહાત્માઓ પણ સ્વોપકાર ભૂલીને પરોપકર કરવા નથી ગયા. જે પોતે પોતાનો ઉપકાર નથી કરી શકતો તે પારકાનો કઈ રીતે કરી શકે ? એમને કોઈ પૂછે કે “વાહનમાં કેમ બેઠા ?'