________________
૨૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
848
સમ્યગ્દર્શન એટલે જ સાચો વિવેક :
ન્યાયા૦ :‘વિષયો ભોગવતાં વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસ સ્વીકારે.’
વિષયનો ભોગવટો એ વૈરાગ્યનું કારણ છે કે વિષય પ્રત્યે અરુચિ એ વૈરાગ્યનું કારણ છે ? વિષય પ્રત્યેની વિરક્તિ પરિણામે વૈરાગ્ય લાવે પણ વિષયનો ભોગવટો વૈરાગ્ય લાવે ? વિષયના વિપાકનું ભાન વૈરાગ્ય લાવે પણ વિષયના સેવનથી વૈરાગ્ય ન આવે.
ન્યાયા૦ : ‘ત્યાં વિવેક જોઈએ.'
વિવેક કહો કે વિષયના સ્વરૂપનું ભાન કહો એ એક જ છે. તમે જેને વિવેક કહો છો તેને જૈનદર્શનમાં સમ્યગ્દર્શન કહે છે. સારા ખોટાનો, સસનો વિવેક એ જ સમ્યગ્દર્શન. હેય (ત્યાજ્ય), જ્ઞેય, (જાણવા યોગ્ય) અને ઉપાદેય (સ્વીકારવા યોગ્ય)નો વિવેક એ જ સમ્યગ્દર્શન. વિષયના વિપાકનું જ્ઞાન થાય ત્યારે વૈરાગ્ય આવે પણ વિષયના ભોગવટાથી વૈરાગ્ય ન આવે. મુદ્દો એ છે કે ગૃહસ્થાશ્રમનો ભોગવટો એ વૈરાગ્યનો હેતુ નથી પણ ત્યાં રહેલો (આત્મામાં પ્રગટેલો) વિવેક એ વૈરાગ્યનો હેતુ છે. ચાર આશ્રમોના નામે આજે એવી ગેરસમજ ફેલાવવામાં આવે છે કે-ચાર આશ્રમના ક્રમે જ આત્મા આગળ વધે-પણ આ વાત બરાબર નથી. સમર્થ માટે ક્રમની જરૂર નથી. ક્રમ તો નબળા માટે છે. જ્યાં ચારા આશ્રમોની વાત કરી છે ત્યાં કહ્યું કે-ગૃહસ્થાશ્રમ તથા વાનપ્રસ્થાશ્રમ-એ વિસામા લેવા પડે તો ત્યાં રહેલો જીવ વિવેક જાગતો રાખે. સંચિત ભોગવવા માટે સંસારમાં રહેવું પડે એ બને પણ ત્યાં વિવેક ન ભૂલે-‘ક્યારે છૂટું ?’ એ જ ભાવના હૃદયમાં જાગૃત હોય.
જેને સમ્યગ્દર્શન થયું, જેને તમે વિવેક કહો છો એ જેને થાય તે સંસારથી ડરે કે સંસારને સારો માને ?
નબળા વૈરાગ્યને સબળો બનાવાય પણ ક્યારેય તોડી નખાય નહિ :
ન્યાયા‘આવેશથી વૈરાગ્ય થાય કે ત્યાગ કરે એ ચાલે ?’
આવેશપૂર્વકનો વૈરાગ્ય અને ત્યાગ ખામીવાળો હોય માટે કેમ ચાલે ? એમ તમારો પ્રશ્ન છે. મારે તમને સમજાવવું છે કે સારી ચીજ દરેક શરૂઆતમાં ખામીવાળી હોય છે. જ્યાં સુધી ચીજ ખામીવાળી હોય ત્યાં સુધી અંગીકાર કરાય નહિ એવું માનીએ તો આ દુનિયામાં સારી ચીજ કોઈ આત્મા કોઈ કાળે પામી શકે જ નહિ-મોટાભાગના જીવને શરૂઆતનો વૈરાગ્ય તો આવેશવાળો જ થવાનો કારણ કે આત્માને અનાદિકાળનો અભ્યાસ ાગનો જ છે. રાગીને