SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ : સંઘની મર્યાદા - 77 ૫૭૭ તો દુનિયામાં પાક્યા કેમ ? જેના ભાગ્યમાં ન હોય તે ન ખાય. ખાવા ન મળે તે તપ કરે.’ આવા બેજવાબદાર ઉદ્ગારો તેમના ચાલુ જ છે. એમની થાળીમાં અભક્ષ્ય જોઈને કહીએ કે ભાઈ ! આ શું ? તો કહેશે કે, ‘એ પાક્યું કેમ ?’ તરત એમ કહીએ કે-‘તું આવું બોલે છે માટે જૈન નથી.’ તો એ સામેથી કહે છે કે ‘જૈન બનાવવા હોય તો આવી ઝીણી વાતમાં ટકટક ન કરો.’ સભા : એ તમને ગણે શાનો ?’ 1137 અમને તે ગણે તેની પરવા નહિ પણ ભગવાનના સિદ્ધાંતોને તો ગણે કે નહિ ? બીજા કરતાં જૈનોમાં વિશિષ્ટતા શી ? મર્યાદા ઊંચી, એ જ આ દર્શનની વિશિષ્ટતા છે. સધ્ધર વેપારીનો ચેક તરત સ્વીકારાય છે, પછી ભલે એને ત્યાં કચરો કાઢનારો એનો નોકર એ આપી ગયો હોય. પૈસા આપનારને જેના નામનો એ ચેક છે તેની શરાફી માટે પૂરી ખાતરી છે, કે-૨ખે કાંઈ ગૂંચ આવે તોયે પૈસાને વાંધો નથી. જેમ સામાન્ય માનવી અને પ્રતિષ્ઠિત શાહુકારમાં આ ભેદ છે, તેમ બીજા કરતાં જૈન તરીકેની તમારી વિશિષ્ટતાનો ભેદ શો ? તમે જૈન કેમ ? રાજાને ત્યાં જન્મેલો જૈન નહિ અને કંગાળને ત્યાં જન્મેલો જૈન શાથી ? સભા એ જન્મસિદ્ધ હક્ક છે.' . પરંપરાએ જન્મસિદ્ધ હક્કથી મળેલી ગાદી પણ લાયકાત વિના હાથમાં રહેતી નથી. શ્રી કુમારપાળ રાજાને જ્યારે મંત્રીઓએ પૂછ્યું કે, રાજ્ય કેવી રીતે કરશો ? તરત તેમણે કહ્યું કે-વસ્વ મૂળાવનું તસ્ય રાખ્યમ્। – જેનું ભુજાબળ તેનું રાજ્ય,-માટે મારી ભુજાના બળે રાજ્ય કરીશ-કપડાં સંકોચે અને ‘આપ કહેશો તેમ કરીશ' એવાં નમાલાં વચનો બોલે તે રાજ્યનો અધિકારી નથી. આજની સરકાર પણ કહે છે કે-એમ રખડતાઓ રાજા થતા હોત તો અમે જામત જ નહિ. ‘અમે તમને ઉઠાડી મૂકશું' એમ બોલનાર સામે એ સત્તાધીશો હસે છે. કયા બળે ઉઠાડે ? જરા આગળ ધપે કે સીધી હાથકડી પડે અને જેલ ભેગા કરે. વગર બળે દોડે તો શું થાય ? સભા: ખસી જવાની ભાવના હોય તો ?’ તો પતંગીઆં જેવી હાલત થાય. એથી લાભ શો થાય ? માણસે દીર્ઘદર્શી બનવું જોઈએ. પરિસ્થિતિ, રક્ષણની સ્થિતિ વગેરે બધું જોવું જોઈએ. રાજ્યના મોટા સેનાધિપતિઓ, કે જેમની પાછળ લાખોની સેના હોય છે, તે પણ સામાનું બળ જોઈને પછી કૂચ કરે છે. જરૂર પડે તો પીછેહઠ પણ કરે. સેનાની વહેંચણી પણ કરે અને ટુકડીઓ પણ પાડે. હજારો માણસોને વિના કા૨ણ મોતના મોમાં
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy