________________
ટૂંકમાં, જૈનો અને જૈનેતરોમાં આજે આ પૂ. પંન્યાસપ્રવરશ્રીનો મોટો ભક્તસમૂહ છે. તેઓશ્રીની પ્રભાવક પ્રવચનશક્તિ કઈ જૈનેતરોના અંતરમાં વર્ષો પછી પણ પૂ. પંન્યાસપ્રવરશ્રી માટે માન ઉત્પન્ન કરે તેવી રીતે અંકાઈ ગઈ છે. મુંબઈની સ્મોલ કોઝ કોર્ટના રીટાયર્ડ જજ, સાક્ષરવર્ય દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, જાણીતા દેશસેવક જમનાદાસ માધવજી મહેતા બાર. એટ લો અને મુંબઈની વિલ્સન કોલેજના પ્રોફેસર મંજુલાલ દવે વગેરે જૈનેતર વિદ્વાનોએ આ પૂ. પંન્યાસપ્રવરશ્રીની ખૂબ જ જાહેર પ્રશંસા કરી છે.
વિ.સં. ૧૯૮૫, એટલે કે ઈ.સ. ૧૯૨૯નું ચાતુર્માસ મુંબઈના શ્રીસંઘની આગ્રહભરી વર્ષોની વિનંતીથી, પૂ. પંન્યાસપ્રવરશ્રીએ, પોતાના પરમગુરુ અને ગુરુદેવની પુણ્ય છાયામાં મુંબઈમાં કર્યું હતું. ) - ઈ.સ. ૧૯૨૯માં જૈન સમાજનું વાતાવરણ ખૂબ સંક્ષુબ્ધ હતું. શાસનદ્રોહીઓ ઠેર ઠેર સંઘના નામે પ્રવૃત્તિ અને ઠરાવો કરતા હતા અને લોકોને છેતરતા હતા. પાંચસોમાંથી પાંચ ભેગા થઈ ઠરાવ કરે અને સંઘના નામે જાહેર કરે. પોતાની દરેક પ્રવૃત્તિ, એ પચીસમા તીર્થંકર વત્ પૂજ્ય શ્રીસંઘની છે, એવી ભ્રમણા તેઓ ફેલાવી રહ્યા હતા. આવા શાસનદ્રોહીઓની કાળી પ્રવૃત્તિઓનું પૂ. સુવિહિત સાધુવરો ખંડન કરતા હતા, ત્યારે તેઓ એવો ભ્રમ ઉત્પન્ન કરવાને મથતા કે, “આ સાધુઓ શ્રીસંઘનું અપમાન કરે છે.” જ્યારે સાધુઓ કહેતા કે, “શાસનદ્રોહની પ્રવૃત્તિ કરનાર સમૂહ એ તીર્થકરવતુ પૂજ્ય તો નથી જ, પરંતુ હાડકાંના સમૂહરૂપ છે.” ત્યારે એ લોકો જનતાને એમ જ સમજાવીને ઉશ્કેરતા કે, “જોયું, શ્રી તીર્થંકર ભગવાન જે શ્રીસંઘને નમીને દેશના દેવા બેસે, પૂર્વાચાર્યો જેને પચીસમા તીર્થંકરવતુ પૂજ્ય હોવાનું કહે અને જે શ્રીસંઘની આજ્ઞા દરેક જૈન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા દરેકે મસ્તકે ચઢાવવી જોઈએ, તેવા શ્રીસંઘને આ સાધુઓ હાડકાંનો સમૂહ કહે છે.”
30