________________
119
પપ૯
– ૩૭ : સંઘની મર્યાદા - 7 - આ ધર્મ સમજી શકાય, નહિ તો ઘરબાર, કુટુંબ પરિવાર વગેરે પ્રત્યક્ષ સામગ્રી મૂકી પરોક્ષ સામગ્રીને સારી માને કોણ ? જેને એ સામગ્રી દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એવી ખાતરી થાય તે.
આજે ઘણા કહે છે કે-પ્રભુની પૂજા કરીએ એથી દુર્ગતિ શી રીતે અટકે ? આવાઓને ધર્મના ભેદ, પ્રભેદ, સામગ્રી એ બધું નકામું જ લાગે. દુનિયાના પદાર્થો આત્માને સહાય કરી શકે તેમ નથી એમ લાગે તો જ ધર્મ સમજાય. ગમે તેવો કોટ્યાધિપતિ માંદો પડે ત્યારે તેની ગમે તેટલી સામગ્રી પણ શા કામની ? દુનિયાના પદાર્થો દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એવું લાગે તો જ ધર્મના મૂળગુળ, ઉત્તરગુણના ભેદ-પ્રભેદ રુચિકર થાય.
શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ અર્થ એ જ છે કે શાસન કરે અને ત્રાણ-રક્ષણ કરે. અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્ર તે તે વિષયમાં શાસન અને ત્રાણ કરે છે, પરંતુ એ રક્ષણ કેટલા પૂરતું ? એમાંય ધર્મની સહાય હોય તો જ રક્ષણ મળે. માટે દુનિયાના પદાર્થોથી રક્ષણ મળતું નથી એમ જ્યાં સુધી આત્માને ન લાગે ત્યાં સુધી ધર્મ ઉપર પ્રેમ જાગતો નથી.
સમ્યગ્દર્શન એ પીઠ છે. એ પીઠ પહેલાનો ધર્મ લુખ્ખો. સાચો ધર્મ ત્યારે જ આવે કે જ્યારે સમ્યગ્દર્શન આવે, સમ્યગ્દર્શન વિના ધર્મ વાસ્તવિક ધર્મસ્વરૂપે સેવી શકાતો નથી. સમ્યગ્દર્શન પ્રગટ્યા પહેલાં ધર્મ સેવનારની દૃષ્ટિ મોટે ભાગે દુનિયા તરફ હોય છે. સમ્યગ્દર્શન આવે ત્યારે એનામાં સાચું જ્ઞાન પેદા થાય છે, એટલે એની દૃષ્ટિ દુનિયા પરથી ઊઠી જાય છે.
આજે મોટા ભાગે ધર્મ શા માટે સેવાય છે? મળેલું સચવાય અને વધે એ માટે. ભગવાનનાં દર્શન કરવાની માન્યતા એ કે દર્શન કરવાથી ધંધા-પાણી સારાં ચાલશે અને જાહોજલાલી વધશે. દુન્યવી સુખ ધર્મથી જ છે એ વાત સાચી પણ ધર્મ ક્રનારો એ સુખ માટે જ ધર્મ કરે છે તેથી એને શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ નથી જાગતો અને ગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે પણ સાચો પ્રેમ નથી પ્રગટતો. પ્રભુની સેવા કરવા તૈયાર થાય પણ વચ્ચે કોઈ કામ આવે તો પૂજા રહી જાય. સંયોગવશાત્ રહી પણ જાય; પરંતુ તે વખતે એ પોતાને પામર માને. એ પામરતાનું દુ:ખ અનુભવે. પણ એવું થતું નથી. કારણ ? લોકો ધર્મ જુદી દૃષ્ટિ કરે છે. જ્યારે આ શાસ્ત્ર ધર્મ જુદી દૃષ્ટિએ કરવાનું કહે છે.
આજે ધર્મના વિષયમાં સૌ સૌની માન્યતા જુદી અને કલ્પના પણ જુદી. આ શાસ્ત્ર બધાને એક ખીલે બંધાવાનું ફરમાવે છે. જો એક ખીલે બંધાય તો જ સાચો ધર્મ થાય. બાકી, ખાલી ધર્મનાં વર્ણન નકામાં. એ ખીલો છે શ્રી