________________
૧૯૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જાહે૨ ક૨વી જોઈએ. એ કરો પછી બીજું કાંઈ જોવા અમે માગતા નથી. પછી જૈન સમાજની બદીઓ દૂર કરવા એક લાખને એક ઠરાવ પસાર કરે તે બધા અમને કબૂલ છે. વૃદ્ધોને લગ્ન કરતા અટકાવે તેને અમે તાળી પાડી વધાવીશું, પચીસ વર્ષ સુધી ભાઈ-બાઈ બ્રહ્મચર્ય પાળે એ ઠરાવને અમારી પહેલી સંમતિ હશે. બદી દૂર કરાવવાના ઠરાવોના અમલમાં અમે બધી સહાય આપવાના. આ જ સમયે અગાસીમાં એક મોટો પ્રસંગ છે તેમ છતાં સુરતનો મોટો ભાગ ત્યાં (કૉન્ફરન્સમાં) પહોંચશે. બને તેટલા વધુ જવું જોઈએ એ દ્વારા સંદેશો મોકલી શકે-જે સ્થળે જવાની વાત છે, વિનંતી કરાય છે તે પણ મહોત્સવની આજ્ઞાપાલનની સ્થાપના માટે છે.*
766
* [અત્રે સુરતના એક ગૃહસ્થ બોલ્યા હતા કે અત્યારનું વાતાવરણ જોતાં ત્યાં જવું ઘણું જરૂરી છે. અત્યારે કેટલોક વર્ગ એવો ઊભો થયો છે કે જેથી ત્યાં ધર્મવિરુદ્ધ ઠરાવો પસાર થવાનો પૂરો ભય છે. અને પછી એ નામે જાહેર પ્રચા૨ ક૨શે માટે ખાસ ત્યાં જવું જરૂરી છે. ત્યાં પણ જો એ ખરેખર ઉઘાડા થાય તો આપણે ચાલ્યા આવવાનું છે. એવા શાસનવિરોધીઓની આપણને પરવા નથી. આપણે ખોટી મેજોરિટીને માનતા નથી. પણ ત્યાં જવું તો જોઈએ.]
[અહીં ફરીને ગિરધરલાલ પરસોત્તમદાસે ઊભા થઈને જણાવ્યું કેઆપણાથી સ્થાનકવાસી જુદા છે, દિગંબર જુદા છે, એ પણ બધા એમ માને છે કે-આ કૉન્ફરન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકોની છે. ત્યાં પંચાંગી માનવામાં વાંધો હોય નહિ. ગુજરાત કાઠિયાવાડથી ઘણા આવી શકે એમ નથી. ધર્મવિરુદ્ધ ઠરાવો કરી જાય તો એ નામે એ લોકો પ્રચાર કરે માટે ફરી ફરી ભારપૂર્વક કહું છું કે ત્યાં દરેકેદરેક જણે આવવું.]
પૂજ્યશ્રી :- ત્યાં જવાનું પ્રભુઆજ્ઞાને અવિચળ બનાવવા માટે છે. એટલા માટે જ આ બે ભાઈઓ વારંવાર ભારપૂર્વક કહે છે. મહોત્સવમાં જવું એ પણ ઉત્તમ છે; પણ કદી આ કારણે ન જવાય તો એ જ મહોત્સવની આજ્ઞાની સ્થાપના માટે અહીં જવાનું છે, એ ધ્યાન રાખો ! પહેલાં પણ તમને એ વાત સમજાવી છે કે પર્વતિથિએ પૌષધ લેનારો (નિયમવાળો) શ્રાવક, જો એને ખબર પડે કે બે માઈલ છેટે બીમાર મુનિ છે અને પોતે પૌષધના નિયમના બહાને ત્યાં ન જાય તો શાસ્ત્ર એને વિરાધક કહે છે. એ જાય તો એનો પૌષધનો નિયમ ભાંગતો નથી પણ પોતાના તે નિયમને દીપાવે છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહ્યું છે કે-એક મુનિએ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યાં હોય, બહારગામથી શાસનના કાર્ય માટે એ મુનિને બોલાવવામાં આવે અને કહેવડાવવામાં આવે કે-‘તમારા વિના