________________
૧૯૭
આ કામ થાય તેમ નથી' તો સમુદાયના આચાર્ય એ ઉપવાસી મુનિને કહે કે-જો ઉપવાસમાં જંઈ શકે તો ભલે, નહિ તો તને આહા૨ ક૨વાની રજા છે પણ ત્યાં પહોંચી જા ! ત્યાં પચ્ચક્ખાણનો ભંગ નથી. એ જ ન્યાયે અત્યારે આપણે ધાર્મિક મહોત્સવને પૂજ્ય માનીએ છીએ અને અહીં પણ પંચાંગીની આજ્ઞાની અવિચળ સત્તા સ્થાપવા માટે જવાનું છે. અહીં વિઘ્ન આવે તો ઓચ્છવો અટકે. અહીં બચાવ થાય તો લાખ્ખો ઓચ્છવો થાય માટે એક દૃષ્ટિએ તો અહીં જવું એ ઊંચી કોટિનું છે.
૧૪ ઃ શાસનની રક્ષામાં પ્રભુસેવા ! 54
-
767
કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-‘હે વીતરાગ ! તારી પૂજા કરતાં તારી આજ્ઞાનું પાલન વધારે શ્રેષ્ઠ છે. આજ્ઞા આઘી મૂકે અને પૂજા કરે એનું કાંઈ ન વળે. અને આજ્ઞાને વળગનારને કદાચ પૂજાનો અવસર ન મળે તો પણ એનું કેવળજ્ઞાન ન અટકે.
તમારું ધ્યાન વારંવાર ખેંચનારનો આશય બરાબર સમજો ! શ્રી જિનેશ્વરદેવની પૂજામાં હજારો ખર્ચનારા તમે આજ્ઞાપાલન પ્રસંગે જવું વધારે કીમતી માનો એ એમનો કહેવાનો આશય છે. માટે એ ભાઈઓ તમને ફરી ફરીને વિનંતી કરે છે. એથી કદાચ પાંચ-પચાસની હાજરી ઓચ્છવમાં ઓછી થાય તો તે ઓછી ગણાય નહિ. જોનાર પણ કહેશે કે પ્રભુભક્તિ કરનારા આજ્ઞાપાલનના અવસરે પ્રાણ પણ પાથરે છે ખરા ! દશ-પંદર ભાડાના થશે તે નિષ્ફળ જવાના નથી. બાર મહિને બે હજારનો ખર્ચ રાખનારા આવા પ્રસંગે દશ-પંદરનો હિસાબ ગણે તો કહેવું પડે કે ધર્મસિદ્ધાંત રક્ષાની કોઈ લગની જ નથી. એ ભાઈ વિંનતી કરે છે તે તમને પોતાના માને છે માટે કરે છે.
[* અત્રે અગાસી તીર્થમાં પ્રભુ મસ્તકે ચડનાર પવિત્ર મુકુટનાં દર્શન કરાવવામાં આવ્યાં હતાં; જે જોઈ અનેક ભવ્યાત્માઓનાં નેત્રો ઠર્યાં હતાં. અનેકના હૃદયમાં ભક્તિનો ઉદ્રેક઼ થયો હતો. મનાય છે કે આવા વ્યયને ધુમાડો કહેનાર કોઈ હાજર હોય એના પણ રોમ ઘડીભર વિકસિત થયા હોય. મુકુટ ચડાવવાનું ઘી બોલાવવામાં આવ્યું હતું.
* અત્રે ગિરધરલાલ પરસોત્તમદાસે જણાવ્યું હતું કે-અહીં ઘી બોલવાનો ઉત્સાહ જોઈ મને આનંદ થાય છે. દેવદ્રવ્ય સામે આટલો વિરોધ છતાં જે ઉત્સાહથી ઘી બોલાય છે તે જોઈ આનંદ થાય છે. માટે જ કહું છું કે એ જ દેવદ્રવ્ય ઉપર ધાડ લાવવા માટે ઠરાવ આવવાનો છે તો ત્યાં દરેકે આવવાની જરૂ૨ છે.]
પૂજ્યશ્રી :- આ ભાઈનો કહેવાનો આશય એ છે કે કૉન્ફરન્સમાં જઈને આપણો સાચો સૂર જાહેર કરવાનો છે. આપણે અંગત કાંઈ લેવા-દેવા નથી.