________________
૧૯૮
–
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
ગામેગામના જૈનો, જૈનોનો ઉદય કરવાના પ્રયત્ન માટે ભેગા થાય ત્યાં એકસો એક ટકા આપણી સહાનુભૂતિ હોય તેમાં બે મત નથી. વાતાવરણ જે જાતનું ફેલાઈ રહ્યું છે તે જોતાં ત્યાં જવાની અગત્યતા ઘણી જ છે. મુંબઈવાળા જઈ શકે. દૂરનાઓ જઈ શકે તેવી શક્યતા ઓછી છે. માટે તમને ભારપૂર્વક કહેવાય છે. આ કૉન્ફરન્સ દૂરના ખૂણામાં રહેલા એક નાના ગામમાં ભરાય છે. જે ગામ સ્ટેનશનથી પણ સાઠ માઈલ અંદર છે. ત્યાં પહોંચવા માટે સાધનોની સ્થિતિ પણ એવી જ હોય એ બનવાજોગ છે. એ તકનો લાભ લઈને ધાંધલિયાઓ ધમાધમ કરી ધર્મને ઘાતક ઠરાવો ન કરી જાય. માટે ધર્મા પક્ષે પોતાનો અવાજ સંભળાવવા જવાની જરૂ૨ છે. કૉન્ફરન્સ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકોની છે. ત્યાં પંચાંગી સહિત પિસ્તાલીસે આગમ પ્રતિ વફાદારીના સોગંદ લેવાય તો દુનિયા પણ જાણે કે જૈન સમાજ હજી તેના ધર્મ પ્રત્યે વફાદાર છે. જો ત્યાં તમારી આ સાચી વાત પણ ન સાંભળવામાં આવે તો તમે અને એ જુદા છે એ સિદ્ધ થાય છે. તે તમે જગતને જણાવી શકો છો. • -
છ મહિના વ્યાખ્યાન સાંભળ્યાની અસર માટે ભારપૂર્વક એ ભાઈ તમને ત્યાં જવા વિનવે છે. તે કારણે અહીં કદાપિ વ્યાખ્યાન બંધ રાખવાં પડે તો પણ હરકત નથી; અને સંઘસ્વરૂપ ચાલે છે તે કદી અહીં રહેલાને સંભળાવીશ તો એનું એ જ ફરીને પણ તમને સંભળાવીશ; પછી કાંઈ કહેવું છે ? બધા જતા હો તો ત્રણ દિવસ વ્યાખ્યાન બંધ રાખવામાં પણ હરકત નથી. બહાર જઈને વાતો ફેલાવનારા કહેશે કે “આ રીતે મોકલ્યા.” એ ભલે કહે-આપણો તો વફાદારી જાહેર કરવાનો હેતુ છે. આપણે વફાદારી જાહેર કરવી છે અને બીજાને એમાં જોડવા છે એમાં વાંધો શો ? . - યુરોપિયન બચ્ચો પણ કાનૂન પાસે ટોપો ઉતારે છે. દશ-પંદરના ભાડાનો હિસાબ આવા વખતે ન ગણાય. બેકારીના નાશનો સાચો ઉપાય આ છે અને અહીં બેદરકારી કરી તો બેકારીને આમંત્રણ આપ્યું સમજજો.
[અહીં એક કચ્છી ભાઈએ મોટાઓને પણ બેદરકારી છોડી ત્યાં આવવા આહવાન કર્યું હતું અને ત્યાર બાદ વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવ્યું હતું.