________________
59s - ૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42 - ૨૩
શ્રી જિનેશ્વરદેવ વીતરાગ એ શ્રી જિનેશ્વરદેવના શાસનના ગુરુઓ પણ પંચમહાવ્રતધારી છે અને એ આગમમાં પણ પાંચ મહાવ્રતોની જ મુખ્યતા છે; આમાંથી હવે બીજું નીકળે ક્યાંથી ? આજના કેટલાક માને છે કે, “જો કોઈ પણ રીતે આ દાખલ થાય, ભોળા સાધુઓ આમાં ફસાય અને એ રીતે કહેવા માંડે તો અમારો બેડો પાર ! આવા દોષને લઈને આજે બધા જ દોષોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આથી સ્પષ્ટ છે કે, શ્રી જિનેશ્વરદેવનું દર્શન સુંદર છે, એ જ તારક છે. પણ બીજા સામાન્ય દર્શનની ઇચ્છાનું કારણ એના આચારોમાં સહેલાઈ છે, એ છે અને અનુકૂળતાના અર્થીઓ સહેજે એમાં ફસાઈ પડે છે. શું “ગૃહસ્થાશ્રમ' એ ધર્મ છે?
સભા ગૃહસ્થાશ્રમને ભગવાને ધર્મ કહ્યો છે ને ?
ભગવાને ગૃહસ્થાશ્રમને ધર્મ નથી જ કહ્યો. ભગવાને બે પ્રકારનો ધર્મ કહ્યો છે એ વાત સાચી. બે પ્રકારના ધર્મમાં એક સાધુધર્મ અને બીજો ગૃહસ્વધર્મ, પણ એથી ગૃહસ્થાશ્રમ ધર્મ છે એમ માનવાનું નથી, કારણ કે, એમ કહીને એ ઉપકારીઓએ ગૃહસ્થાશ્રમને ધર્મ નથી કહ્યો પણ ઘરબાર આદિ ન તજી શકાય તેને માટે ત્યાં રહીને પણ આચરવાનો ધર્મ કહ્યો છે. ગૃહસ્થાશ્રમ એ તો પાપ જ છે.” એમ પ્રભુનું શાસન સ્પષ્ટપણે જણાવે છે. ભગવાને કહ્યું શું ? એ જ કે, સાધુપણું એ જ મુક્તિસાધનાનો રાજમાર્ગ છે. જેનાથી સાધુપણું ન લેવાય તે ગૃહસ્થપણામાં રહેવા છતાં પણ સાધુપણાની ભાવના રાખીને અણુવ્રતાદિ ધર્મને . આરાધે. “થોડાએ સાધુ થવું જોઈએ અને બાકીનાએ ઘરમાં રહેવું જોઈએ.” એમ “ભગવાને નથી કહ્યું. છોકરાં રમાડવા પંપાળવાની વાતો કરવા ભગવાન નવરા નહોતા. ભગવાને તો સાધુધર્મ જ પ્રધાનપદે ફરમાવ્યો છે. જે સાધુ ન થઈ શકે તેને માટે ગૃહસ્થપણામાં પણ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત, દાન, શીલ, તપ, ભાવ, જિનપૂજન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ ધર્મ બતાવ્યો છે. આ બધી ક્રિયાઓ એ ધર્મ ખરો. પણ ગૃહસ્થાશ્રમ એ ધર્મ નહિ. ભગવાને કહેલો ગૃહસ્થધર્મ જ એવો છે કે સાધુ થવાની ભાવના વિના પળે જ નહિ, ઘરમાં રહેવા માટે પળાતો ધર્મ એ વાસ્તવિક ધર્મ જ નથી.
પૈસા કમાવા કે ગ્રાહકોની સંખ્યા વધારવા માટે જ નીતિ પાળવી એ વાસ્તવિક નીતિ નથી. પણ એ તો લોભ છે અને લોભ એ કષાય છે, તથા કષાય એ પાપ છે.
તપસ્વી કહેરાવવા માટે જ ઉપવાસ કરવો એ વસ્તુતઃ તપ નથી, કારણ કે, એને મન તપની કિંમત નથી પણ નામનાની કિંમત છે.