________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આથી સમજવું જોઈએ કે, સાધુધર્મની વાસના વિના ગૃહસ્થધર્મ પળતો જ નથી. પૈસા મળે, જિંદગી સુખી થાય, પરલોકમાં પણ સાહ્યબી મળે એ માટે જ જિનપૂજનાદિ થાય, એ પણ વસ્તુતઃ ધર્મ નથી. પણ સંસા૨થી છૂટવા માટે થાય તે ધર્મ છે. સંસા૨થી છૂટવાની ભાવનાથી પૂજા કરનારા કેટલા ? શ્રી જિનેશ્વરદેવના પૂજારીને વૈરાગ્ય કેમ ન હોય ? વૈરાગ્ય નથી આવતો, નથી ગમતો, એનું કારણ એક જ છે અને તે એ જ કે જે હેતુથી પૂજા થવી જોઈએ તે હેતુથી થતી નથી. ‘ક્યારે ભગવાન જેવો થાઉં !' એવી ઊર્મિ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતાં આવવી જોઈએ. ‘આવો ક્યારે થાઉં’ એવું ત્યાગીને (સાધુને) જોઈને થવું જોઈએ. જે ભાવનાએ થવી જોઈએ તે ભાવનાએ એક પણ ધર્મક્રિયા ન થાય એનું પરિણામ જોઈએ તેવું ન આવે એમાં શું આશ્ચર્ય છે ?
૨૪
594
જ
જ્ઞાનીઓ તો કહે છે કે દુનિયા પ્રત્યેનો અભાવ (દુન્યવી પદાર્થો પ્રત્યેની અરુચિ) થયા વિના શ્રી જિનેશ્વરદેવનો ધર્મ વસ્તુતઃ પળતો નથી. દુન્યવી પદાર્થો પ્રત્યે અભાવ આવ્યા વિના ધર્મ થાય શી રીતે ? શ્રી જિનેશ્વરદેવની વાતો હૈયામાં ઊતરે ક્યારે ? ત્યારે જ કે જ્યારે હૈયાનું મિથ્યાત્વ નીકળે. દુન્યવી પદાર્થોને ઉપાદેય માની તેની પ્રાપ્તિ માટે જ પ્રભુની પૂજા કરવી એ ધર્મ નથી. કેટલાક તો એવા છે કે પૂજા કરવા છતાં જેની પૂજા કરે તેની કિંમત ઘટાડે. અહીં આવીને કહે કે, વેપારની મંદી છે, શું કરીએ ?' આવાઓને કહેવું પણ શું ? દેવ, ગુરુ, ધર્મ પાસે દુનિયાની ભીખ કેમ મગાય ? આત્મગુણ અને આત્મગુણને ખીલવનારાં સાધનો મગાય પણ આત્મગુણનાશક પદાર્થોની ભીખ દેવ, ગુરુ અને ધર્મ પાસે કેમ જ મગાય ? હાનિનું ખરેખરું કારણ જ આ છે. ‘આવક ઘટી, વેપારમાં મંદી આવી' એમાં શાસનને શું ? શાસ્ત્ર તો કહે છે કે, ‘આવક ઘટે ! સંસારનું સ્વરૂપ જ એવું છે' કોઈક કહે છે કે, ‘ઘર બળ્યું !’ શાસન કહે છે કે, ‘પાપોદય !’ કોઈક કહે કે, ‘બાયડી મરી ગઈ, શું કરું ?' સાધુ બ્રહ્મચર્ય પાળવાનું કહે. ‘નથી પળતું’ એમ પેલો કહે. સાધુ એને મર્યાદામાં રહેવાનું કહે, પણ એમાં પણ એ કહે કે મર્યાદામાં રહેવાય તેમ નથી, તો એને સૂઝે તે કરે, એમાં સાધુ બીજું કહે પણ શું ? આ બધી વાતો ઉપરથી સમજાશે કે, ગૃહસ્થાશ્રમ એ ધર્મરૂપ નથી જ.
સાચી ચિકિત્સા :
સભા જૈનદર્શનમાં રહેલા સાધુ શું જૈનોને દુઃખી જોઈ શકે ?
જૈનદર્શનના સાધુ તો આખી દુનિયાને દુ:ખી જોઈ રહ્યા છે. બીજી વાત એ છે કે જૈનદર્શનને પામેલા આત્માઓ ક્યાં દુઃખી છે ? નાડીપરીક્ષક એ જ સાચો વૈદ્ય