________________
595 – ૨ : કક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42 – ૨૫ બાકી દરદીનું ગાયું ગાય તે સાચો વૈદ્ય નથી. નિદાન કરે તે સાચો વૈદ્ય પણ દરદી કહે તેમ કહે તે સાચો વૈદ્ય નથી. દરદીના કહેવા પર નાડીવૈદ્ય આધાર ન રાખે. હવે વિચારો કે, દુઃખ શાથી અને દુ:ખી કેમ ? ધર્મીનું કાંમ છે કે, ધર્મીની ભક્તિ અને સામાન્ય-દુઃખીને સહાય કરે, એનું રક્ષણ કરે, એને શાંતિ આપે, એને ઉચ્ચ દશાએ ચડાવવા યોગ્ય પ્રયત્નો કરે, પણ પેલો કહે તેમ કરવા કોઈ ઓછું જ બંધાયેલ છે ? નિર્ધન જ દુઃખી છે એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. પૈસાવાળા પણ દુઃખી છે. ધનવાનને પણ દુઃખ, નિર્ધનને પણ દુઃખ, મોટાને પણ દુઃખ, નાનાને પણ દુ:ખ, પત્નીવાળાને પણ દુઃખ અને પત્ની વગરનાને પણ દુઃખ, અર્થાત્ સંસારમાં એક ધર્મ સિવાય સુખ છે જ ક્યાં? સુખ ક્યાં છે?
સભા: ‘એ દુઃખ નથી દેખાતું !”
નથી દેખાતું તો ઊંધા ચશ્મા પહેર્યા હશે ! જોઈએ એ સદ્ગણ નથી અને વિષયકષાય ઉપર અંકુશ નથી, એ જીવનમાં સુખ ક્યાંથી મળે ?
સો આદમી સલામ ભરે અને એક આદમી સલામ ન ભરે ત્યાં પણ દુઃખ થાય છે, કારણ કે, માની માણસ સો આદમીની સલામને ભૂલી જાય છે ! અને એક માણસે સલામ ન ભરી ને તેને યાદ આવે છે. જન્મ્યો ત્યારે પાઈ નહોતી અને પચ્ચીસ લાખ ભેગા કર્યા છતાં એમાં એક લાખની ખોટ ગઈ એટલે મોટી પોક મૂકે પણ ચોવીસ લાખ છે એ ન જુએ !
બે બંગલાવાળાને ત્રીજો બંગલો નથી એ દુઃખ છે !! પચીશવાળાને પચાસ, 'પછી સો, બસો, પાંચસો હજાર એમ ઇચ્છા વધતી જાય છે, વિચારો કે, સુખ છે
ક્યાં ? - પત્ની નહોતી મળતી ત્યારે બૂમ મારનારો પરણ્યા પછી પણ પોક મૂકે છે કે, “ફાવતું નથી કહો સુખ ક્યાં છે?
શાસ્ત્ર તો કહે છે કે, “આત્મા પર કાબૂ રાખો તો જ શાંતિ મળે. દુનિયાની અમુક વસ્તુના અભાવમાં દુઃખ કે સદ્ભાવમાં સુખ નથી. દુઃખના નાશનો રસ્તો તો સંતોષ જ છે, વિરાગ છે. લાખમાં સુખ નથી. બધાને રાજ્ય મળે તો એ સુખ ક્યાં છે ? બધાને રાજ્ય મળે તોય સુખ ન આવે કેમ કે પાપ છે. - શ્રી શ્રેણિકરાજા તથા શ્રી શાલિભદ્ર બેય સુખી હતા એનું કારણ વિચારો. શ્રેણિક મહારાજે શ્રી શાલિભદ્રની રિદ્ધિ જોઈને કહ્યું કે, “ક્યાં આ અને ક્યાં હું ! ભગવાને પુણ્યના અનેક પ્રકાર કહ્યા છે. આનું ભોગપુણ્ય એ ભોગવે છે, મારું