________________
-
2
૨૨૨ -
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ શ્રાવકની ભાવના કઈ હોય ? પોતાનાં સંતાનોને ભણાવવાં, ડીગ્રીધર બનાવવાં, દુનિયાદારીમાં વળગાડવાં, એ બધું તો આજે પશ્ચિમની પ્રજા પણ કરે છે. ધર્મી તરીકે તમારી વિશેષતા શું ? આજે તો એક સભા થાય ત્યાં મૂંઝવણ ઊભી થાય કે ન માલૂમ કેવાયે ઠરાવો કરશે ! કેમકે એ જે કાંઈ કરે તે પાછું ધર્મના નામે કરે. આ એક મોટી ઉપાધિ છે. ડૉક્ટરનાં પાટિયાં ઘણાં દેખાય પણ એમાં દયાળુ કેટલા? ગમે તેવો ગરીબ બોલાવવા આવે પણ એ કહી દે કે “મારી ફી અને મોટરભાડું આપવાની ત્રેવડ હોય તો જ આવું !” આમાં કોઈ અપવાંદ હોય તેને બાજુ પર રાખો. આમ હોવા છતાં આ બધામાં ધર્મ મનાવવાની મહેનત કેમ થાય છે ? કોઈ ડૉક્ટર કદી થોડો ઉપકાર કરે તો તેની પાછળ ખ્યાતિ પ્રતિષ્ઠા મેળવવાની ભાવના કામ કરતી હોય અને એ ખ્યાતિ દ્વારા પણ વધુ આવક કરવાની ભાવના જીવતી હોય છે. આમ ખરાબ વસ્તુને સારી તરીકે પંકાવવાના પ્રયત્નો કેટલા થાય છે ? આજે તો માંસનો ધંધો કરનારા પણ કહે છે કે અમે માંસાહારીઓની સેવા કરીએ છીએ- તેમને તકલીફ ન પડે માટે બધું કરીએ છીએ. આમ દુનિયાદારીની કાર્યવાહી કરે પેટ માટે, પોતાનો લોભ સંતોષવા માટે અને નામ ધર્મનું આપે તે કેમ ચાલે ? આ બધી વાતોનો ભેદ પાડો.
સાધર્મિકો ભેગા થાય ત્યાં ધર્મની વાતો ચાલે, વ્રતધારીઓ ભેગા થાય ત્યાં વ્રતની વાતો ચાલે. વ્રતની આરાધના કેમ વધે, વ્રતધારીઓ કેમ વધે, એ બધી વિચારણા થાય. આવું થાય તો શાસનનો ઉદય થાય. શાસનનો ઉદય સંસારમાં મજા કરવાથી ન થાય, સંસારનો ત્યાગ કરવાથી થાય. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દષ્ટિનું વર્ણન કરતાં ફરમાવે છે કે-રમતે ન મોકળો | સંસારસાગરમાં રમે નહિ. સંસારસાગરમાં રમવાથી ઉદય ન થાય. જ્યાં શ્રી સંઘ ભેગો થાય ત્યાં સંસારસાગરમાં રમવાની વાત ન હોય પણ તેનો ત્યાગ કરવાની વાતો ચાલતી હોય. આ વસ્તુ નિશ્ચિત કરવા માટેની મહેનત છે. સાધુને બગાડો નહિ?
કહે છે કે “એ વર્ગ એવો છે.” હું કહું છું કે એ વર્ગ ગમે તેવો હોય પણ તમે સારા થાઓ ! સાધુ ભૂલે તો શ્રાવક ડાહ્યા થઈને ઠેકાણે લાવે. અમુક વર્ગ અથવા બે-પાંચ સાધુ ખરાબ હોય તેથી કોઈ પણ સાધુ શિખામણ આપવા લાયક નથી, એમ બોલાય ? પાંચ આદમી દેવાળું કાઢે એટલે બજારમાં કોઈ સલાહ આપવા લાયક શાહુકાર વેપારી નથી એમ કહેવાય ? અરે ! ભલે બધા દેવાળું કાઢે પણ એક શાહુકાર હોય તો પણ એમ ન બોલાય કે સલાહ આપવા લાયક કોઈ નથી.