________________
-
૨૨૩
798
_
- - ૧૯ : સાધર્મિક ભક્તિ – 56 લાખ દેવાળિયા કરતાં એક શાહુકારની કિંમત વધારે છે. ઊંધી સલાહ આપનારા શ્રાવકો એક પછી એક બધા અમને મળે અને દિ’ ઊગ્યે પચાસ જણા આવીને એની એ વાત સંભળાવે તો સામાન્ય સાધુનું ગજુ શું ? એ પણ આવ્યા તો તમારામાંથી ને ? બધા પાષાણહૃદયી ક્યાંથી લાવવા ? માટે સાધુને ખરાબ કરનાર શ્રાવક છે. “અમારું ગમે તે થાય પણ તમે અમારી પંચાતમાં ન પડો” એવું તમે સાધુને કહ્યું ? આ તો સાધુ પાસે પણ કીમિયા માગે છે. આંકફરક કાઢે એવા ગુરુ જોઈએ-આ કેવી દશા ? અમને આવીને કહે પણ ખરા કે-મહારાજ ! તમે ગુરુ ખરા પણ કામના શું ? તમારામાં અમારું વળે શું ? બાર મહિનામાં બે દિવસ તમે કામ લાગો. પેલા તો રોજ કામમાં આવે. કારણ કે આંકડા કાઢી આપે. સાધુ અને શ્રાવકના ચાર આની બાર આની ભાગથી વેપાર ચાલતા હોય ત્યાં શું થાય ? આવા શ્રાવકોએ સાધુને બગાડ્યા છે.
સાધુ વ્યવહારની વાત કરે તોય શ્રાવક ના પાડે. આવું ન થાય ત્યાં સુધી જૈન સમાજનો ઉદય થાય એવું હું માનતો નથી. ત્રણ દિવસ પછી. - હવેના ત્રણ દિવસમાં જૈન સમાજનું ભાગ્ય અંકાવાનું છે; એના ભાગ્યનો નિર્ધાર થવાનો છે. કેટલાક કહે છે કે સાધુઓને અમુક સંસ્થાઓ સાથે વૈર છે. વૈર નથી એ જણાવવા ત્યાં જવાનો ઉપદેશ આપીને મોકલાય છે. ત્યાં જઈને એમને કહેવું કે “અમે શાસનના છીએ એવું પુરવાર કરો ! નહિ તો ઊઠાં ભણાવવાં બંધ કરો.” ત્રણ દિવસ પછી જો પરિણામ સારું જોઈશું તો પ્રશંસાના ધોધ વહેવડાવીશું. અને પરિણામમાં ફેરફાર હશે તો અંગારા ખરે તેવી સાચી વાતો સંભળાવવી પડશે. આ ત્રણ દિવસમાં તૈયારી કરવાની છે. ત્યાં જનારા ત્યાં લોકમત કેળવે. અહીં હું લોકમત કેળવું. પછી શું બોલવું તે નક્કી કરો. અમારે કોઈની સાથે અંગત લેવાદેવા નથી; કેમકે અમારે કોઈનું લેણું દેણું નથી. પણ શાસનને અંગે માન્યતાભેદ છે જ. માટે સારું જોઈશું તો મોતીડે વધાવશું. અને ઊંધું દેખાશે તો જુદી રીતે સ્વાગત કરવું પડશે.
એ લોકોએ શ્રી વીતરાગનાં દર્શન જેટલો સાધર્મિકોનાં દર્શનનો આનંદ વર્ણવ્યો છે. આપણે માનીએ છીએ કે શ્રી વીતરાગના ભક્તો ભેગા થાય છે તો વૈરાગ્યની છોળો ઊછળશે; અને એ જો ન ઊછળે અને વૈરાગ્ય ફરતી વાડ ઊભી કરાય તો એ વાડને કાપવા માટે સઘળાં શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે ને ? આજે આટલું બસ છે ? વધુ હવે પછી. ' ,