________________
૧૭: સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘઃ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, મહા સુદ-૧૧, રવિવાર, તા. ૯-૨-૧૯૩૦
57
તત્ત્વશ્રદ્ધાની પરીક્ષા : • શ્રી સંઘ-મેરૂ કેવો છે ? • શ્રી જૈનશાસનમાં ત્યાગ અને વિરાગની જ વાત હોય ?
એવી વાતોથી સાવધ રહેવા જેવું છે : • જે પ્રવૃત્તિ પાછળ કોઈ રૂવે તે ન કરવાનું નક્કી કરો ! ! • સાચો પ્રેમ અને મોહજન્ય પ્રેમ : • ધર્મનો પ્રભાવ :
સાચી દયા આવે છે ?
સંખ્યા વધારવા ગમે તેને પ્રવેશ ન અપાય : • કંગાળાના હાથમાં સત્તા આવશે ત્યારે... :
તત્ત્વશ્રદ્ધાની પરીક્ષા :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠનું વર્ણન કરતાં કહી ગયા કે એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એમાં દઢતા લાવવા માટે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્થામતિની પ્રશંસા તથા મિથ્થામતિના પરિચયનો ત્યાગ કરવો જોઈએ. દૃઢ સમ્યક્ત પણ રૂઢતા વિના ટકે નહિ.
સમ્યગ્દષ્ટિ આત્માને પોતાના દઢ સમ્યક્ત્વમાં રૂઢતા લાવવા કયા વિચારો કરવાના હોય ? ગુણ આવ્યો, મજબૂત બન્યો, એ પછી એ એવો દઢ બનાવવો જોઈએ કે એ ખસેડ્યો ખસે નહિ. ચોવીસે કલાક દુનિયાનાં કામોમાં મશગૂલ રહેનારને સમ્યકત્વ ટકાવવા કાંઈ જોઈએ કે નહિ ? અહીં મોક્ષની આરાધના છે જ્યારે દુનિયામાં સંસારની આરાધના છે. આત્મા ઉત્તમ ભાવનાઓથી ભાવિત બન્યો ન હોય, વિચારો સ્થિર ન હોય તો સમ્યક્ત્વ ખસતાં વાર કેટલી ? શંકા, કાંક્ષાદિ ન હોય છતાં ઉત્તમ ભાવનાઓ વિના દઢતા (મનની દૃઢ પરિણતિ) ટકે નહિ. સમ્યકત્વ માટે જેમ દોષો ભયરૂપ છે તેમ શુદ્ધ પરિણામનો અભાવ પણ જોખમરૂપ છે. સમયે સમયે વિશુદ્ધ થતી જતી ઉત્તમ પરિણામની ધારા હોય તો જ એ દઢ સમ્યકત્વ રૂઢ બને.