________________
795 – ૧૭ : સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ - 57 – ૨૨૫
સમ્યકત્વને રૂઢ બનાવવા માટે જે વિચારો આવવા જોઈએ તે કયા આત્માને રૂચે ? એ વિચારો કાંઈ દરેક આત્માને ન રૂચે. જ્યાં હૃદયમાં ઇચ્છાઓ જ બીજી બેઠી હોય ત્યાં શુદ્ધપરિણામની ધારા આવે ? જ્ઞાનીએ કહ્યું છે કે સમ્યક્ત્વ અતિશય દુર્લભ છે. માનવજીવન જ દુર્લભ છે પણ તેમાંયે યોગ્ય કુળ આદિ મળવું તો અતિશય દુર્લભ. સદ્ગુરુનો યોગ થયા પછી પણ શાસ્ત્રશ્રવણની રુચિ થવી દુષ્કર, એ પછી પ્રેમથી શ્રવણ કરવું એ એથી પણ દુષ્કર અને સાંભળ્યા પછી વસ્તુ જચી જવી તે તો અત્યંત દુષ્કર. આ બધી દુષ્કરતાઓ ખોટી નથી, કારણ કે આ બધી વસ્તુઓ આત્માને માટે અપરિચિત છે.
દુનિયામાં આત્માએ અનંત કાળ ગુમાવ્યો પણ આ બધી વસ્તુઓથી પરિચિત થયો નથી. અનાદિ કાળથી એ જે રીતે વર્યો છે તેથી જુદી રીતે વર્તવા માટે આ શાસન છે. જુદી રીતે વર્તવાની ભાવના જાગે, એવી આજ્ઞા કરનાર પ્રત્યે વિશ્વાસ જાગે, એમાં શંકાદિ દોષ ન હોય તો સમ્યકત્વ દૃઢ થાય અને ઉત્તમ પરિણામની ધોરા સ્થિર રહે તો સમ્યક્ત્વ રૂઢ થાય. એ વિચારો કયા ? એની પીઠિકા કરતાં સૂરિપુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે
સનિપૂણાત્મા, ન રમો મેવોયો ” જેનો આત્મા તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર બન્યો છે, તે સંસારસાગરમાં રમે નહિ. તો એ શું વિચારે ? જ્યાં રહ્યો છે ત્યાં રમવાનું ક્યારે બને ? જે વિચારધારા ચાલુ છે તે બંદલાય ત્યારે ને ? નહિ તો આ સંસારમાં રમવાનું મન થાય જ.
બધા કહે છે-અમારામાં તત્ત્વની શ્રદ્ધા પૂરી છે; પણ એમ કહ્યું ન ચાલે. આ મહાત્મા અહીં એની ખાતરી માગે છે. માં પણ પ્રમાણપત્ર મંગાય છે. અહીં પ્રમાણપત્ર કયું ? તત્ત્વશ્રદ્ધા રુચિનું પ્રમાણપત્ર એ છે કે તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં કદી રમે નહીં. રહેવું પડે તો રહે ભલે પણ રમે તો નહિ જ.
તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર બનેલા આત્માનું જીવન જગતના સામાન્ય લોકો કરતાં જુદું હોય. સંયોગવશાત્ પાલન ઓછું વતું દેખાય પણ તેની દિશા તો નક્કી જ હોય. દિશા નક્કી ન હોય એ ન ચાલે. દક્ષિણ દિશાએ જવાનું નક્કી થયું પછી ભલે કોઈ લોકલમાં જાય કે કોઈ ફાસ્ટમાં જાય : કોઈ સવારે જાય તો કોઈ બપોરે કે સાંજે જાય : કોઈ વહેલો થાય કે કોઈ મોડો થાય એની કશી ગભરામણ નહિ, પણ દિશા સાચી જોઈએ. તત્ત્વશ્રદ્ધાથી ધ્યેય નિશ્ચિત થયા