________________
૨૨૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પછી કાંઈ મૂંઝવણ નથી. એ આત્મા સંસારસાગરમાં ૨મે નહિ એમ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. જેને તત્ત્વ રૂચે તે તો ગમે તે કહે પણ જે તત્ત્વ રૂચ્યાનું કહે તેણે તો પરિણામ બતાવ્યા વિના કેમ ચાલે ?
796
શ્રી સંઘ કે જેને તીર્થંકરવત્ પૂજ્ય કહ્યો છે, ત્યાં ગાંભીર્ય, ધૈર્ય કેટલાં હોય ? એની વાતો, એની પ્રવૃત્તિ કેવી હોય ? જ્ઞાનીઓએ શ્રી સંઘને તીર્થંક૨વત્ પૂજ્ય કહ્યો છે તે બહુ શુદ્ધબુદ્ધિથી કહ્યો છે. શ્રી સંઘને તીર્થંક૨વત્ પૂજ્ય ન માને તે તો દુર્ભાગી આત્મા છે. કલિકાળમાં શ્રી સંઘ તીર્થંકરવત્ પૂજ્ય છે, એનો ઇન્કાર કયો પાપાત્મા કરે ? પણ એવું કહેનારે કે લખનારે. જે હેતુથી એ જણાવ્યું છે તે સમજાવવા આ રૂપક છે.
શ્રી સંઘ-મેરૂ કેવો છે !
શ્રી સંઘ કાંઈ પહાડ નથી; પણ મેરૂગિરિની ઉપમાથી પહાડના ગુણો ત્યાં જોઈએ એમ જણાવવું છે. મેરૂ સમગ્ર લોકની મધ્યમાં છે; આખા લોકની મર્યાદા ત્યાંથી બંધાય છે; તમામ દિશાએ પ્રકાશ ત્યાંથી થાય છે; જગતને પ્રકાશિત કરનારા સૂર્ય-ચંદ્ર પણ એની આસપાસ ફરે છે; સઘળા પહાડોમાં સુંદરમાં સુંદર તે છે; બધા પહાડો કરતાં ઉઘાનો, મંદિરો, મૂર્તિઓ વગેરે ત્યાં ઘણાં છે; જેટલા શ્રી તીર્થંક૨દેવો આ જંબૂટ્ટીપમાં જન્મે એ બધાનો જન્માભિષેક ત્યાં થાય છે; પાવન પહાડ છે; દેવતાઓનો કાયમ ત્યાં વાસ છે; શ્રી જિનેશ્વરદેવની શાશ્વત મૂર્તિઓ ત્યાં વિરાજે છે; અનેક વિદ્યાધરો અને દેવતાઓ ત્યાં આવી ક્રીડા કરે છે અને મહોત્સવો પણ કરે છે; વળી શાશ્વત છે એટલે અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાનો છે; સદૈવ એકસરખા પ્રમાણવાળો છે; જેટલી જગતમાં પહાડની ઉત્તમતા ગણાય છે, તે બધી ત્યાં છે; એ જ રીતે શ્રી સંઘમાં પણ આવા અનેક ગુણો સમાયા છે. એવો અનાદિ અનંત શ્રી સંઘ પણ શાશ્વત છે.
હવે એ વર્ણન ચાલતાં પહેલી વાત પીઠની આવે છે. એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ, અવગાઢ હોય તો પછી ઉપર બીજી રચના થાય. જો પીઠ એવી ન હોય તો ફાવટ ન આવે. શંકાદિ દોષથી રહિત થયેલા અને તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર બનેલા આત્માએ ખાતરી તો આપવી પડે, એમ શ્રી સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે. એ ખાતરી એક જ કે એ આત્મા સંસારમાં આનંદ ન માને. સંસારમાં રહે છતાં સંસારમાં એને ગમે નહિ. પાયો અહીં જ છે. જૈનદર્શનમાં પામવાનું શું ? સંસા૨માં ૨મવાનું મન ન થાય એ જ. સર્વવિરતિ અને દેશવરતિની વાત દૂર રાખો ! પણ સમ્યગ્દર્શનમાંયે ‘સંસા૨ ૨હેવા જેવો છે' એવી વાત આવશે ?