________________
797
— ૧૭ : સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ : - 57
૨૨૭
શ્રી જૈનશાસનમાં ત્યાગ અને વિરાગની જ વાત હોય ઃ
આ શાસનમાં આવે તેને સંસારથી છૂટવાની ભાવના થાય તેમાં નવાઈ નથી અને ત્યાં અમારા જેવા સંસારથી છૂટવાનું કહે એમાં નવાઈ નથી. પણ આજે એક વર્ગ અમને કાંઈક જુદું જ કહે છે. એ શું કહે છે તે સમજો. એ અમને કહે છે કે
“તમારી પાસે જે આવે તેને તમે સંસાર છોડવાની જ વાત કરો છો. આગળ વધીને જેને નીકળવાની તીવ્ર ભાવના થાય એને કોઈ પ્રતિબંધ કરે તો તેનું માનવું નહિ, એવી સલાહ આપો છો. એ કારણથી ઘણા સંસાર છોડવા તૈયાર થાય છે. તમે વ્યાખ્યાન ભલે વાંચો પણ એના યોગે કોઈ સંસારનો ત્યાગ ક૨શે તો કાયદેસ૨ પગલાં લઈશું. બધાને બાવા બનાવવાનો તમને અધિકાર નથી.” આ મુદ્દો બહુ વિચારણીય છે. એને બરાબર સમજો. શ્રી જૈનશાસન જ એક એવું છે કે એના સહવાસમાં જે આવે તેને સંસારથી છૂટવાની ભાવના જાગે જ. જે એનાથી આઘા રહે તેની વાત જુદી.
જેને ઘેર લગ્ન હોય એને થાક લાગ્યા વિના રહે ? બહારનાને ન લાગે. એ ભલે અમનચમન કરે. શાસનમાં આવનારને તો એકેએકને સંસા૨થી છૂટવાની ભાવના થાય જ. બહારના ભલે કહે કે તે વાત સારી પણ મારી ઇચ્છા નથી.’ જેમ લગ્નમાં પણ બહારના તો કહે કે ખૂબ મિષ્ટાન્ન બનાવો પણ ઘરના તો કહે કે તિજોરી જોઈનેં બધું થશે. જૈનશાસન રૂપ ઘરમાં આવેલાને સંસાર અસાર લાગે ત્યાં મતભેદ હોય ? બહાર રહેલાની વાત જુદી છે. મેરૂની પીઠમાં સર્વ વિરતિની વાત તો હજી દૂર છે. આમાં તો સમ્યગ્દર્શનની વાત છે ને ? અહીં તો ૫૨મોપકારી આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક જ બાંયધરી માગે છે અને તે એ કે-એ આત્મા સંસારસાગરમાં ૨મે નહિ.
તમને કોઈ પૂછે કે તમે સંસારસાગરમાં કેમ રહ્યા છો ? તો તમે કહોને કે રહ્યો નથી પણ રહેવું પડ્યું છે ?
સભા : ‘ભોગાવલી ?’
‘ભોગાવલી’ કહેતાં પણ એ હસે નહિ પરંતુ એને લજ્જા આવે. માથું નીચું નમે. આંખમાં ઝળઝળિયાં આવે. કારણ કે એ શબ્દો ખાલી બોલવાના નહિ પણ હૈયાના હોય છે. શબ્દના ભેદને પરખતાં શીખો. ‘મને તાવ આવે છે' અને ‘બાપુજીને તાવ આવે છે' એ બે વાક્યો બોલવામાં ભેદ ખરો કે નહિ ? બોલવાની ઢબમાં ફેર પડી જ જાય. ભલે બાપ, પણ આખર કોણ ? પોતાથી તો પરને ? બાપાજી માંદા હોય તો છોકરો ભૂખ્યો રહે ? જેના પેટમાં દુઃખે એ રાડ