________________
૨૨૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
78 પાડે કે બીજો ? સ્નેહીની બીમારીથી આંખમાં આંસુ પણ આવે પરંતુ સ્નેહીની તથા પોતાની બીમારીની ડૉક્ટર પાસે વાત કરે એની ઢબમાં ભેદ પડી જ જાય. અહીં એ ભેદ ટાળવો છે. પરની વાતમાં પડેલા આત્માઓ પ્રભુના માર્ગને આરાધી શકતા નથી. જ્ઞાનીએ એ માન્યું છે કે બધા જ શ્રદ્ધાળુઓ સર્વવિરતિ કે દેશવિરતિ લઈ શકવાના નથી. એવા જીવો છે કે લેવાની ભાવના ગળા સુધી હોય પણ લઈ ન શકે. એમાં કારણ કાં તો અશક્તિનું, કાં તો વિપ્નોનું કે કાં તો તીવ્ર કર્મોદયનું છે; પણ એને ઢોંગી ન કહેવાય. પણ જે હૃદયપૂર્વક સંસારમાં રાચીમાચીને રહેતા હોય એ તો ઢોંગી જ કહેવાય. એ જાતિનો ધર્મ હૃદયમાં પરિણામ પામે નહિ ત્યાં સુધી એ માણસ પછી શું કરશે તે કહેવાય નહિ. એવી વાતોથી સાવધ રહેવા જેવું છેઃ
આજના જમાનાની સ્વતંત્રતા એ પણ એક ઢોંગ છે, વ્યક્તિ સ્વાતંત્ર્યની વાતો કરવામાં આવે છે પરંતુ એ પણ એક પ્રકારની ચાલબાજી છે. કોઈના વિચારો નહિ દબાવવાની વાતો એ માત્ર બનાવટ છે. ભોળાઓનું સત્યાનાશ કાઢવાનો એ પયગામ છે. સારા વિચારવાળાઓ પોતાના વિચારો ફેલાવવા ઇચ્છે ત્યારે બગડેલા વિચારવાળાઓ પોતાનો ચેપ બધે લગાડવા ઇચ્છે છે. કોઢીઆની એ આદત હોય છે કે ન અડવું જોઈએ છતાં બીજાને અડે. જાણે છે કે બીજાને અડીશ તો એ પણ રોગી થશે છતાં અડ્યા વિના રહેતો નથી. એ રોગના યોગે એને પરિણામ જ એવાં થાય છે કે હું આવો રોગી અને આ નીરોગી કેમ ? એટલા માટે ઘણી જગ્યાએ કોઢીઆને અલગ રખાય છે. નાતની જાજમ પર એને બેસવા દેવામાં આવતા નથી. છતાં એ આવે. અપમાન ખમીને પણ આવે. ભલે પછી પાછા જવું પડે પણ આવે ખરા. પોતાના દીકરાને કોઢ વળગે એની પણ એને દરકાર નહિ. એ રોગમાં એવો ભયંકર દુર્ગુણ છે. એ ચેપી રોગ છે. એવું જ બગડેલા વિચારવાળાનું સમજવું. “સ્વતંત્ર પ્રવૃત્તિને રોકાય કેમ ? આવો શબ્દાડંબર આજે ચાલુ છે. પણ એ શબ્દાડંબરથી જે વસ્તુનું રક્ષણ થવું જોઈએ તેનો જ નાશ થાય છે. પૂર્વે શ્રદ્ધાળુ ઘણા હતા પણ ધર્મ નહિ કરનારને તેમણે કદી સતાવ્યા ? આજે પણ ધર્મીઓ ધર્મ નહિ કરનારને સતાવે છે ? એ કહે ખરા કે-“મનુષ્યજન્મ પામ્યો તો ધર્મની કાર્યવાહી કરી લે !” પણ પેલો ના કરે તો પકડી બાંધીને-કરાવે એવો એક દાખલો નથી. પણ ધર્મીને ધર્મ કરતાં ખસેડવાના પ્રયત્નો ચાલે છે. આ જુલમ ધર્મીનો છે કે અધર્મીનો ? જેને ધર્મ ન કરવો હોય તે ન કરે, ઉપાશ્રયે ન આવવું હોય તે ન આવે, ભલે બજારમાં આંટાફેરા મારે, પણ આવનારને શા માટે સતાવે ? બજારમાં પુણ્ય અને અહીં પાપ, એવું તો નથી ને ?