________________
761
- ૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 - ૧૯૧ આવે તેનામાં શાસન ટકે ? અમને દેશકાળ જોવાની સલાહ આપે છે. દેશકાળના નામે કઈ વાત કરાય ? સાધુ ત્યાગ તથા ધર્મનો ઉપદેશ બંધ કરે એવો કોઈ દેશકાળ છે ? જો સાધુ ત્યાગ અને ધર્મનો ઉપદેશ બંધ કરે તો આર્ય અને અનાર્યમાં ફરક શો ? આર્ય કોણ, અનાર્ય કોણ?
જ્યાં “ધર્મ' શબ્દ પણ સાંભળવા ન મળે તે અનાર્ય દેશ છે. જેના કાનમાં ધર્મ શબ્દ પડે નહિ તે અનાર્ય જાતિ-કુળના કહેવાય. સભાઃ “ત્યાં પણ દેવળ, ધર્મ વગેરે તો છે.”
જ્યાં એ છે તે એટલા અંશે આર્ય કોટિના છે. જ્યાં એ પણ નથી તે સંપૂર્ણ અનાર્ય કોટિના છે. આજે જેને તમે અનાર્ય કહો છો, એમણે પોતે જેને ધર્મ માન્યો છે, પછી તે સમ્યક છે કે મિથ્યા એ વાત જવા દો, પણ તેનો વિરોધ કરનાર માટે ફાંસીના માંચડા તૈયાર રાખ્યા છે. ગવર્નર જનરલ જેવો હોદ્દેદાર, હિંદનો સૂબો, નામદાર શહેનશાહનો પ્રતિનિધિ પણ રવિવારે એના ચર્ચમાં જાય જ. એ તો અહીં જ એવા કેટલાક કહેવાતા ભણેલાઓ પાક્યા છે કે જે સંવત્સરીએ પણ ધર્મની મશ્કરી ઉડાવે. પેલા મોટામાં મોટા હોદ્દેદારો પણ ધર્મ પાસે માથું નમાવે. જ્યારે મને એવો હોદ્દો મળી જાય તો દુનિયા રસાતાળ જાય. આજે સાઠ-સિત્તેરના પગારમાં પણ જમીનથી ચાર વેંત અધ્ધર ચાલે છે, છાતી કાઢીને ફરે છે અને ઉન્મત્તની જેમ ચાલે છે તો જો એમને આવી ઊંચી ખુરશી મળી જાય તો શું ન કરે ?* ધર્મનું સ્વપ્ન પણ ન આવે. પશ્ચિમના દેશો પાસેથી તમે શીખ્યા શું? એમની નીતિ, એમનું એકવચનીપણું, સમયે નિવૃત્તિ લેવાની રીત, એવું કાંઈ શીખ્યા ? ગધ્ધામધૂરી છોડવાનું શીખ્યા ? યુરોપિયન બચ્ચો છે કલોકથી અધિક કામ ન કરે. અને આ તો ઘાંચીના બેલની જેમ દિવસ-રાત નવરો જ ન પડે. ઘરનાં સ્ત્રી છોકરાંને પણ થાય કે આ માલિક કેવો કે જેનાં દર્શન પણ દુર્લભ ! તમારા સમયમાં કોઈ ઠેકાણાં નહિ. પેલાનું ટાઇમ-ટેબલ નિયત. પશ્ચિમથી તમે શીખ્યા શું ? એની નકામી વાતો બધી શીખ્યા, સારી વાત એક પણ ન શીખ્યા આ કેવી કમનસીબી ?
જૈનશાસનનો ઉપદેશક શાનો ઉપદેશ આપે ?
શ્રી જૈનશાસનમાં કોઈ દેશકાળ એવો નથી કે જેમાં ત્યાગનો ઉપદેશ ન અપાય. આજે કહે છે કે-જમાનો જોઈને ઉપદેશ આપો !” આ જમાનામાં કયો ઉપદેશ હોય ? આજના જમાનાને શું જોઈએ છે ? આજનો જમાનો તો * વર્ષે પહેલાં કહેવાયેલી આ વાત આજે અનુભવમાં આવી રહી છે.