________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શાસનને સાચવશે ? આટલા સાધુ છે તો આડાં અવરોધીને પણ ગળિયા બળદ જેવા તમને ઊભા કરે છે, તે પછી થશે ? આટલી બૂમો મરાય છે તોય ઊંચા થતાં નવ નેજે પાણી આવે છે, ચાર ભેગા થતાં ત્રણ ભાગે છે, કોઈ પાઘડીના ભયથી તો કોઈ પૈસાના ભયથી તો કોઈ વળી પોઝીશનના ભયથી ભાગાભાગ કરે છે. કોઈ વળી કહે છે કે-“અમે રહ્યા ગૃહસ્થ એટલે સંસારી, અમારે બધું જોવું પડે, અમને પાલવે તો ધર્મસ્થાનમાં આવીએ અને અમારાથી બને તે કરીએ.” આવું કહીને ઊભા રહે ત્યાં શું થાય ? વધારે કહીએ તો કહેશે‘મહારાજ, હમણાં મંદી ચાલે છે,’ ‘બગડી રહ્યું છે' કહીએ તો કહી દે કે-‘એમાં અમે શું કરીએ ? આવાઓ શું ઉકાળે ?
૧૯૦
760
સંસારનગરના વિવેકપહાડ ઉપર જૈનશાસનરૂપ નગર છે. એના કિનારેથી પણ ખસ્યો તે ગબડે. એ નગરમાં મોહરાજાના લુચ્ચા સુભટો ઘૂસ્યા છે કે જે એ નગરના લોકોને ભોળવીને કિનારે લાવીને ગબડાવે છે. એ સંસા૨નગ૨માં ધર્મ સુભટોની ખામી છે અને જે છે તે પાલા છે, દહીં-દૂધિયા છે. અમને કાંઈ કહે અને બહાર કાંઈ બોલે એવા છે. સારું છે કે અમે એમના પાઠ ભણવાનું મોકૂફ રાખ્યું છે. અને એટલે જ અત્યાર સુધી જીવતા રહ્યા છીએ. એ તો અમને વાતવાતમાં સમયને ઓળખવાનું કહે. એ સમજે છે કે-આ સાધુઓ જેટલા મક્કમ હશે તેટલા આપણાં ખિસ્સાં કાણાં થવાનાં- અહીં તો પાઘડી પણ ઉતા૨વી પડે, થેલીઓનાં મોઢાં ખુલ્લાં કરવા પડે અને બંગલા પણ છોડવા પડે માટે એ સાધુઓ પોલા થાય તો ઠીક.’ માટે એ અમને એવા પાઠ ભણાવવા આવે જ.
સભા : શું આપની પાસે પણ એવા આવે છે ?
હા, આવે છે અને આવીને અમને કહે છે કે-‘જુઓ મહારાજ ! દીક્ષા તો બહુ ઉત્તમ, હાથ જોડીએ પણ જમાનો તો જોવો જોઈએ ને ? અમારે જ્યારે અમારા દીકરાને દીક્ષા નથી અપાવવી પછી તમારે શી પંચાત ? જ્યારે લોકો દીક્ષાની ભાવનાવાળા હતા ત્યારે તો તમે ઉપદેશ આપતા હતા તે ઠીક પણ હવે અત્યારે ચોમેર જ્યારે એની સામે બળવો છે તો હમણાં પચીસ-પચાસ વરસ એ વાત માંડી વાળો તો શું વાંધો છે ? પછી જ્યારે એમને ભાન થાય ત્યારે વાત.’ અમને આમ કહી જાય અને ત્યાં જઈને કહે કે- “બેફીકર રહો ! અમે બરાબર સમજાવી આવ્યા છીએ, હવે નહિ બોલે !” અમને એવું સમજાવે કે ‘પચાસ વરસ કોઈ સાધુ નહિ થાય તો બગડી શું જવાનું છે ? જૈનોની વસતિ વધશે એ ફાયદો જ છે ને ? પરદેશમાં તો વસતિ વધારવા માટે સસ્કાર કાયદા કરે છે, ઇનામો કાઢે છે. અહીં પણ એવું કરવું જોઈએ.’ જેના હૃદયમાં આવા વિચારો