________________
s
- - ૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 - ૧૮૯
સ્વાર્થીઓની એ કહેવત છે. ધર્મના ભોગે જીવનાર ધર્મી નથી. પૈસા માટે જીવ એ માણસ નથી પણ જનાવર છે. તમે પહેલા મરવા તૈયાર છો કે પહેલાં ધર્મને મારવા તૈયાર છો ? શ્રી તીર્થકર દેવોએ પોતાના ભોગે ધર્મને સાચવ્યો છે ત્યારે એમને કેવળજ્ઞાન થયું. “ઘેર ગયું એ સંયમ ! એક ગોવાળિયા જેવો ખીલા મારી જાય અને હું માર ખાઈ લઉં એ કેમ બને ?” આવું ભગવાન શ્રી મહાવીરદેવે વિચાર્યું હોત તો એમને કેવળજ્ઞાન થાત ? બળ તો ઘણું હતું, આંખનું પોપચું ઊંચું કરે તો અસંખ્યાતા ઇંદ્રો પણ ભાગાભાગ કરે એટલું બળ હતું છતાં એમણે ધર્મ સાચવ્યો તો એમને કેવળજ્ઞાન થયું. તમારે કેવળજ્ઞાન કઈ રીતે લેવું છે ? ભગવાન શ્રી મહાવીરદેવનું સાચું અનુયાયીપણું ક્યારે આવે ? ધર્મ માટે સર્વસ્વ પવાની ભાવના આવે તો ને ? આ તો કહે છે કે “અમે હોઈશું તો ધર્મ રહેશે ને ?' જૈનશાસન વડે જૈનો કે જૈનો વડે જૈનશાસન ? તમે પહેલાં જન્મ્યા કે જૈનશાસન પહેલાં જન્મે ? પહેલા, બીજા અને ત્રીજા આરાના છેવટ સુધીના સમયમાં જૈનો હતા ? માણસો હતા પણ જૈનો ન હતા. જૈનો ક્યારથી થયા ?
ભરતક્ષેત્રમાં પહેલા, બીજા, ત્રીજા આરામાં ધર્મ ન હતો. મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ છે. સદા સ્થિર છે. ત્યાં સદા ચોથો આરો છે. વસ્તુને શાશ્વતી સિદ્ધ કરવા જે ન હતું તે હતું એમ કહેવાય? અહીં નવું ઊભું થયું છે માટે એમ કહ્યું-ખોટી બડાઈ હાંકવી નથી. ધર્મને યોગ્ય જીવો ન હોય ત્યાં શાસન ન હતું એમ જ કહેવું છે. આજે પણ પાપાત્મામાં શાસન નથી એમ કહેવાય. જૈનશાસન માટે પોતાના સર્વસ્વનો ભોગ આપનારા થોડા ઘણા પણ રહે ત્યાં સુધી શાસને રહેશે. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, બંગલા, બગીચા વગેરે શાસન ખાતર છોડનારા જૈનશાસનમાં છે પણ શાસનને બાજુ પર મૂકી એ બધી ચીજોને પંપાળ્યા કરનારા તો શાસન બહાર છે. એમનાથી શાસન લાંબો કાળ ન ટકે. આજે સાધુ થવાનું બંધ થાય, સાધુતાનો ઉપદેશ બંધ થાય તો પચાસ વર્ષ પછી શાસનનો નાશ સમજવો. દરેક નક્કી કરે કે ઘરબાર છોડવાં જ નથી તો શાસનને તાળાં લાગે. સાધુ વિના શાસન નહિ.
સભા: એ તો બાપ વિના દીકરો નહિ એના જેવું થયું.
હા, એમ જ. શું સાધુ શ્રાવકના બાપ નહિ ? બાપ મરે તો દીકરો પણ એકલો રહે. પછી એને બીજો ભાઈ થાય ? જૈનશાસનના રક્ષકો શાસન માટે ફકરી લેનારાઓ નહિ હોય ત્યારે શાસનનો વિચ્છેદ થશે. કુટુંબ પરિવારને જ સાચવનારા, પૈસાને પંપાળનારા, બંગલા-બગીચાની મમતામાં જ રાચનારા શું