________________
૧૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
_792 વિલાસી અને વિકારી વાતાવરણ ઊભું કરવાનો છે ને ? તો સાધુ શું એનો ઉપદેશ આપે ? જેમ બને તેમ વધુ પૈસા કમાઓ!' એવો ઉપદેશ સાધુ આપે ? જો કે કમાવાનું આજે રહેલું નથી. મહેનત વધી અને આવક ઘટી કેમ કે પુણ્ય ગયું અને પાપ જાગ્યું. આજે તો બોલતાં શીખ્યા છે કે “ટાઇમ ઇઝ મની' - “સમય એ પૈસો છે.” એમને પૂછો કે “ભાઈ ! પૂજા કરી ?” તો કહેશે કે સમય જ
ક્યાં છે ? પણ એમના ચોવીસે કલાકની કાર્યવાહી તપાસો તો ખબર પડશે કે નકામાં ગપ્પાં મારવાનો ટાઇમ કેટલો ? નવરી વાતો કરવાનો ટાઇમ કેટલો ? પારકી નિંદા કરવાનો ટાઇમ કેટલો ? “ફલાણા તૂટ્યા અને ફલાણા તૂટવાની તૈયારીમાં છે” આવી વાતો વહેતી કરવામાં આંચકો પણ ન આવે. આપણે કહીએ કે તારે શું ? તો કહે કે- “હું જાણું છું તો કેમ ન બોલું ? એને કહીએ કેતારી વાતો કોઈ કરે તો ? તો એનું મોઢું બગડે પણ પાછો પોતે તો બીજની વાત કરે જ. એ માને છે કે પોતાને તો બધી વાતની છૂટ છે. ગમે તેની ગમે તેવી વાતો કરવાનો હક્ક છે. હક્કનો હડકવાઃ
આ હિંદુસ્તાનમાં આજે હક્કની મારામારી બહુ વધી ગઈ છે. પરદેશી રાજકર્તાઓ સમજે છે કે આ હક્કનો હડકવા આ દેશમાં જીવતો છે, ત્યાં સુધી આપણી ગાદી સલામત છે. જે દેશમાં હક્કનો હડકવા હોય છે ત્યાંના રાજાને કશી ચિંતા નથી એમ ઇતિહાસ કહે છે. જ્યાં હક્કની લડાઈ છે પણ હક્કના સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાંની રાજસત્તા ત્રિકાળાબધિત છે. શ્રાવકો પાસે સાચી વસ્તુ કહેવાનો મને હક્ક ખરો પણ એ કઈ રીતે ? ધારાશાસ્ત્રીને પોતાની વાત ન્યાયાધીશના મગજમાં ઠસાવવાનો હક્ક ખરો પણ કઈ રીતે ? ધારાશાસ્ત્રી ભલે કલાકો સુધી બોલે, છ છ કલાક લેકચર ચલાવે, દલીલો બધી કરે, લાંબુંટૂંક વિવેચન કરે, મૅજિસ્ટ્રેટના મગજમાં વાત ઉતારે અને એ અસરથી મેજિસ્ટ્રેટ હકારમાં માથું હલાવે તો ભલે પણ નકારમાં માથું ધુણાવે તો બોચી પકડીને હકારમાં માથું હલાવવાનો ધારાશાસ્ત્રીને હક્ક ખરો ? આજે તો આવી દશા છે. પોતાના વિચારો દુનિયામાં દલીલથી ફેલાવવાનો પ્રયત્ન હોત તો હિંદની આજે આ હાલત ન હોત.
તને તારા વિચારો ફેલાવવાનો જેટલો હક્ક તેટલો જ સામાને એના વિચારો ફેલાવવાનો હક્ક કાયમ રાખે તો હક્કનું સ્વરૂપ સમજ્યો કહેવાય કે એમ ને એમ ? આજના લખનારાએ બધા પૂર્વાચાર્યોને અહમિંદ્ર, અંગારા અને ઇન્દ્રજાળિયા કહ્યા તેથી એવું કહેનારાને કોઈ અંગારા કહે તો પેલા કહે છે કે