________________
649 - ૬ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46 – ૭૯ - “શ્રી જિનેશ્વરદેવના વચનની આરાધનાના ફલ પ્રત્યે સંદેહ એનું નામ ‘વિચિકિત્સા' અથવા “વિચિકિત્સા' એટલે મુનિજનો વિષે જુગુપ્સા કરવી તે.”
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ, પણ વિચિકિત્સાનું સ્વરૂપ આલેખતાં ફરમાવ્યું છે કે –
સંશય ધર્મના ફળ તણો, ‘વિતિગિચ્છા' નામે;
ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે.” આ બધુંય વર્ણન સમજાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની આરાધનાના ફળમાં શંકા કરવી તે વિચિકિત્સા છે. આ બધું ખૂબ સારી રીતે યાદ રાખવાનું છે. “પ્રભુના વચનમાં શંકા એનું નામ “શંકા' નામનો પ્રથમ દોષ : ‘કુમતની અભિલાષા” એનું નામ “કાંક્ષા'. આ કાંક્ષા નામનો બીજો દોષ છે અને “પ્રભુપ્રણીત ધર્મનાં અનુષ્ઠાનોના ફલની શંકા એનું નામ “વિચિકિત્સા નામનો ત્રીજો દોષ છે. ધર્મ કરવાનો શા માટે?
આ ત્રીજો દોષ પણ એવો છે કે, “કોઈ પણ ધર્મક્રિયામાં ચિત્તની સ્થિરતાને ટકવા દે નહિ.” ફલાર્થી આત્માને આરાધનાના ફળમાં શંકા, એ મૂંઝવ્યા વિના . કેમ જ રહે ? ફળમાં મૂંઝવનારી આ “વિચિકિત્સા' નામના દોષના યોગે
ધર્મક્રિયામાં એકતાનતા રહી શકતી નથી અને વાત પણ સાચી જ છે કે, જ્યાં ફળની શંકા હોય ત્યાં ક્રિયામાં સ્થિરતા આવે કઈ રીતે ? આ જ કારણે પરમોપકારી જ્ઞાનીઓ કહે છે કે, દુનિયાના કોઈ પણ ફળની અપેક્ષા વિના ધર્મ કરવો જોઈએ. દુન્યવી ફળની આશા થઈ કે, ધર્મ ડગ્યો સમજો, કારણ કે, એ આશાના પરિણામે ધર્મક્રિયાઓ ઉપર અવિશ્વાસ આવે છે, શાસ્ત્રવચનો પર અપ્રતીતિ થાય છે, ધર્મક્રિયામાં એકતાનતા આવી શકતી નથી અને ચિત્તમાં ' વિપ્લવ થયા વિના પણ રહેતો નથી. આ બધા ઉપરથી સમજો કે, “દુનિયાના સુખની ઇચ્છાથી જ ધર્મ ન કરવો જોઈએ.” જો એ રીતે ધર્મ કર્યો તો સંદેહ જરૂર થવાનો. “ધર્મ કરવાથી આ લોકમાં તકલીફ ન થાય, પરલોકમાં શાંતિ મળે.' એમ શાસ્ત્ર કહ્યું છે, એ ઉપરથી “આ લોકમાં તકલીફ ન થાય.' એ વચનને જ પકડી ધર્મ કરવા માંડ્યો અને પૂર્વના અશુભોદયે કદાચ તકલીફ આવી, એટલે તરત મનમાં થાય કે, “ધર્મથી આ લોકની તકલીફ તો મટતી નથી તો પછી પરલોકની તો વાત જ શી ?”
१. वितिगिच्छा सफलं पइ, संदेहो मुणिजणम्मि उ दुगंछा ।